રાજકોટ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવામાં ગુજરાતમાં ચોથા ક્રમે, 5 વ્યક્તિઓને મળ્યા એલર્ટ મેસેજ


Updated: May 2, 2020, 6:43 PM IST
રાજકોટ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવામાં ગુજરાતમાં ચોથા ક્રમે, 5 વ્યક્તિઓને મળ્યા એલર્ટ મેસેજ
પણ જે પણ આ ફેક એપને ડાઉનલોડ કરે છે તેના ફોનની તમામ જાણકારી પાકિસ્તાની હેકર્સ પાસે જતી રહે છે. ફોન ડિટેલથી લઇને લોકેશન સુધીની તમામ જાણકારી ત્યાં પહોંચે છે. હાલ મહારાષ્ટ્ર સાઇબર સેલ આ મામલે તપાસ કરી રહ્યું છે.

ગુજરાતમાં તા.27 એપ્રિલ સુધીમાં 51 લાખથી વધુ લોકો આ એપ સાથે જોડાયા છે, ત્યારે રાજકોટ 2.81 લાખ યુઝર્સ સાથે ચોથા ક્રમે રહ્યું છે.

  • Share this:
રાજકોટઃ કોરોના વાયરસનો (coronavirus) પ્રભાવ સમગ્ર વિશ્વમાં હાલ ચરમસીમાએ છે, ત્યારે ભારત ત્રીજા સ્ટેજથી બચવામાં સફળ રહ્યું છે. જેનું મહત્વનું કારણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની (PM Narendra modi) આગેવાનીમાં કેન્દ્ર અને રાજય સરકારના સાવચેતી ભર્યા પગલાંઓ. ખાસ કરીને યોગ્ય સમયે લોકડાઉન (lockdown) જાહેર કરી કોરોના સંક્રમણ વધુ ફેલાતા અટકાવી શકાયું. કોરોના વાયરસ સામેની લડાઈનમાં સમગ્ર દેશ જોડાયો છે. સરકાર ડિજિટલ માધ્યમથી પણ કોરોના સામે લડવા માટે આરોગ્ય સેતુ એપ બનાવી છે. પીએમ મોદીએ સમગ્ર દેશવાસીઓને આ એપ ડાઉન લોડ કરવા માટે અપીલ પણ કરી છે. ત્યારે રાજકોટવાસીઓ આ એપ ડાઉનલોડ કરવામાં ગુજરાતમાં પ્રથમ આવ્યા છે.

બીજા લોક ડાઉનના પ્રારંભે પ્રધાનમંત્રી મોદીએ ખુબજ અગત્યની એવી 'આરોગ્ય સેતુ' (aarogya setu app) મોબાઈલ એપની જાહેરાત કરી. જેને ટુંકા ગાળમા 50 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. ગુજરાતમાં તા.27 એપ્રિલ સુધીમાં 51 લાખથી વધુ લોકો આ એપ સાથે જોડાયા છે, ત્યારે રાજકોટ 2.81 લાખ યુઝર્સ સાથે ચોથા ક્રમે રહ્યું છે. એપની ફલશ્રુતિ જોઈએ તો રાજકોટના 5 વ્યકિતઓને કોરોના પોઝિટિવ વ્યકિત નજીક આવવાથી એલર્ટ મેસેજ મળ્યો છે.

177 જેટલા લોકો કવોરેન્ટાઈન હેઠળ, 82 લોકો સર્વેલન્સ હેઠળ અને 59 નાદુરસ્ત ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનાર લોકોની જાણકારી એપ થકી મળી છે. જયારે 4 હજારથી વધુ લોકોને સામાન્ય બીમારી હોવાનું સામે આવ્યું છે.

સૌથી મહત્વનું છે કે જો આપણા મોબાઈલ પર એલર્ટ મેસેજ આવે તો તુર્ત જ તંત્રને જાણ કરવી જેથી શંકાસ્પદ વ્યકિતનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ થઈ શકે તેમ આરોગ્ય વિભાગના ડો.મિતેશ ભંડેરીએ જણાવ્યું છે. અગિયાર ભાષામાં ઉપલબ્ધ આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇફોન એમ બન્ને પ્લેટફોર્મ પર કાર્ય કરે છે. આ એપ રાજકોટવાસીઓ માટે આશીર્વાદ સમાન નીવડી છે અને લોકો એ આ એપથી કોવિડ 19ના દર્દીઓ ની જાણકારી પણ પ્રાપ્ત કરી છે.
First published: May 2, 2020, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading