રાજકોટ : નેપાળી પાલક પિતાએ 16 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો

News18 Gujarati
Updated: March 13, 2020, 4:10 PM IST
રાજકોટ : નેપાળી પાલક પિતાએ 16 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો
પ્રતિકાત્મક તસવીર

રાજકોટના ભાગોળે રહેલા એક નેપાળીએ તેની 16 વર્ષની સગીર દીકરીને જ હવસનો શિકાર બનાવી, મહિલાએ પતિ સામે ફરિયાદ આપી.

  • Share this:
રાજકોટ : આપણા સમાજમાં સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ વિમન્સ ડે (International Women Day) ની ઉજવણી પણ રાજકોટ (Rajkot) સહિત સમગ્ર વિશ્વભરમાં કરવામાં આવી હતી. પરંતુ દિવસેને દિવસે આપણા સમાજમાં સ્ત્રી (Women)ઓ ઉપરના અત્યાચારમાં વધારો જોવા મળી રહ્યો છે. આ અત્યાચારો બીજુ કોઈ નહીં પરંતુ તેના જ સગા-સંબંધીઓ અને પરિચિતો કરી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક સગીરા દુષ્કર્મનો શિકાર બની છે. જેમાં બીજુ કોઈ નહીં પરંતુ પાલક પિતા (Step Father)એ જ 16 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારીને તેને ગર્ભવતી (Teenage become Pregnant)બનાવી છે. આ સમગ્ર મામલે જાણકારી મળ્યા બાદ કિશોરીની માતા (Mother)એ પોલીસ ફરિયાદ (Rajkot Police) કરી છે. જે બાદમાં ફરિયાદ (FIR) દાખલ કરીને મહિલા પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ પ્રમાણે રાજકોટના ભાગોળે રહેલા એક નેપાળીએ તેની 16 વર્ષની સગીર દીકરીને હવસનો શિકાર બનાવી હતી. જે બાદમાં સગીર દીકરીને ચાર મહિનાનો ગર્ભ રહી ગયો હતો. આ મામલે સગીરાની માતાની ફરિયાદ બાદ પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : પિતાએ 12 વર્ષની સગીર પુત્રીને ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું

ફરિયાદી મહિલાના જણાવ્યા પ્રમાણે તેના લગ્ન રિત-રિવાજ પ્રમાણે જ્ઞાતિના જ એક યુવક સાથે થયા હતા. લગ્ન જીવનથી તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. આ બાળકી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે તેનો પિતા તેને તરછોડીને બાગી ગયો હતો. જે બાદમાં મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. લગ્ન વખતે તે પોતાની દીકરીને સાથે લઈ ગઈ હતી.

દીકરીના પેટનો ભાગ ઉપસેલો જોઈને માતાને શંકા પડી

બીજા પતિ થકી મહિલાએ એક સંતાનને જન્મ આપ્યો હતો. બે દિવસ પહેલા મહિલાના પહેલા ઘરની દીકરીએ પેટમાં દુઃખવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં ડૉક્ટરે નિદાન કરીને તેણી ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. આ વાત સાંભળીને મહિલાને પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માતાએ પૂછપરછ કરતા દીકરીએ જણાવ્યું હતું કે તેનો સાવકો પિતા છેલ્લા બે વર્ષથી તેના પર દુષ્કર્મ ગુજારી રહ્યો છે. આ બાબતે કોઈને કહેશે તો જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પિતાની ધમકી બાદ દીકરી બે વર્ષથી ચૂપ રહી હતી. પરંતુ ગર્ભ રહી ગયા બાદ પિતાના કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. 

આ પણ વાંચો : અમદાવાદ: મહિલાને મારવાનું કાવતરૂ? બાઈક ચાલકે મહિલાને અડફેટે લઈ ઘસડી, જુઓ - Live Video

આ મામલે પીડિતાની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ મામલે પોલીસે આરોપી સામે આઇપીસી તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
First published: March 13, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading