રાજકોટ: 'ત્રણ બાળકનાં મોત, એક કસુવાવડ બાદ બાળકી જન્મી' મહિલાની પતિ અને સાસુ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ

રાજકોટ: 'ત્રણ બાળકનાં મોત, એક કસુવાવડ બાદ બાળકી જન્મી' મહિલાની પતિ અને સાસુ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર

રાજકોટની પરિણીતાની વ્યાથા: ત્રણ-ત્રણ બાળક મૃત્યુ પામ્યા, એક કસુવાવડ બાદ દીકરીને આપ્યો જન્મ, પતિ અને સાસુએ ત્રાસ ગુજારવાનું ચાલુ જ રાખ્યું.

  • Share this:
રાજકોટ: રાજકોટમાં વધુ એક પરિણીતા (Married woman)એ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ (Physical and mental harrasment) અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ મહિલા પોલીસ મથક (Mahila police station)માં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, "તેનો પતિ અને તેની સાસુ કહેતા હતા કે તારે બાળક કરવાની કોઈ જરૂર નથી. આપણે મારી બહેનનું બાળક ગોદ લઈ લઇશું. લગ્ન જીવન (Marriage life) દરમિયાન મારે બે બાળકો મૃત્યુ પામેલા જન્મ્યા હતા. ત્યારબાદ એક બાળક જન્મ થયા બાદ સાતમાં દિવસે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યું હતું. ત્યારબાદ એક કસુવાવડ થઈ હતી. આખરે મારે હવે દોઢ વર્ષની લક્ષ્મી નામની દીકરી છે."

આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી તો ગણવામાં આવે છે પરંતુ આજની તારીખે પણ સ્ત્રી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજેશ્રીબેન મોનાણી નામની પરિણીતાએ પોતાના પતિ દિનેશભાઈ તેમજ સાસુ જયશ્રીબેન વિરુદ્ધ આઈપીસીની કલમ 498, 323, 504 તેમજ 114 અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ 3,4 હેઠળ ફરિયાદ નોંધાવી છે.આ પણ વાંચો: Gold Price : સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, બે મહિનામાં 4,000નો વધારો

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2011માં પોરબંદરના રહેવાસી મનસુખભાઈના દીકરા દિનેશ સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ મારા લગ્ન થયા હતા. લગ્ન જીવનથી મારે હાલ સંતાનમાં લક્ષ્મી નામની દોઢ વર્ષની દીકરી છે. મારા પતિએ મને ત્રણ વર્ષ સારી રીતે રાખી હતી. ત્યારબાદ મારા પતિ મારા પર અવારનવાર શંકાઓ કરતા હતા. કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની તેઓ ના પાડતા હતા.

આ પણ વાંચો: કોરોનાએ અઠવાડિયામાં આખો પરીવાર પીંખી નાખ્યો, પતિ, જેઠ સાસુનાં કોરોનાથી મોત બાદ પુત્રવધૂનો આપઘાત

આ પણ વાંચો: મુંબઈનો 'ઑક્સીજન મેન': કોવિડ દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની કાર વેચી દીધી!

મારા પતિને જમીન ખરીદવી હોય તેના માટે તેઓએ મારી પાસે મારા માવતરથી પૈસા મંગાવ્યા હતા. સાથે જ મને ચઢાવવામાં આવેલા દાગીનાની પણ માંગણી કરી હતી. મારા સાસુ પણ મને કહેતા હતા કે તારા સસરાને પણ ધંધામાં જરૂર પડી હતી ત્યારે મેં મારા દાગીના આપ્યા હતા. તું પણ તારા માવતરેથી પૈસા મંગાવ અને તારા દાગીના પણ આપી દે. મારી દીકરીના જન્મ બાદ મારા સાસુ અમારે ત્યાં દીકરીની તમામ વસ્તુ મોસાળ તરફથી જ આવે તેમ કહીને મારી દીકરી માટે કપડાં સહિતની વસ્તુઓ મારા પિયરથી જ મંગાવતા હતા.
Published by:Vinod Zankhaliya
First published:April 22, 2021, 14:01 pm

ટૉપ ન્યૂઝ