Home /News /kutchh-saurastra /રાજકોટ: પુત્ર પ્રાપ્તિની ઘેલછા, લગ્નના 28 વર્ષ બાદ પણ પત્ની પુત્ર ન આપી શકતા પતિએ માર્યો ઢોર માર

રાજકોટ: પુત્ર પ્રાપ્તિની ઘેલછા, લગ્નના 28 વર્ષ બાદ પણ પત્ની પુત્ર ન આપી શકતા પતિએ માર્યો ઢોર માર

પ્રતીકાત્મક તસવીર.

Rajkot domestic violence complaint: પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 28 વર્ષ પહેલા તેણીના લગ્ન મહેશ સોલંકી સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેને સંતાનમાં ત્રણ દીકરી છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Woman filed complaint against husband) નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેને સંતાનમાં પુત્ર ન હોવાથી પતિ ચાર વર્ષથી માર મારે છે અને ત્રાસ આપે છે. આમ તો આપણા સભ્ય સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે. પરંતુ આજે પણ આપણા સભ્ય સમાજમાં સ્ત્રીઓ ઉપરના અત્યાચારના બનાવો બનતા જ રહે છે. ત્યારે વધુ એક પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જૂના મોરબી રોડ (Old Morbi road) પર આવેલી એક સોસાયટીમાં રહેતા ઉષાબેન મહેશભાઈ સોલંકી (Ushaben Solanki)એ પોતાના પતિ મહેશભાઈ પોપટભાઈ સોલંકી (Mahesh Popatbhai Solanki) વિરુદ્ધ મારે મારવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 28 વર્ષ પહેલા તેણીના લગ્ન મહેશ સોલંકી સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેને સંતાનમાં ત્રણ દીકરી છે. પતિ મહેશ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ અમારી સાથે રહેવાને બદલે બાજુમાં જ રહેતા સાસુને ત્યાં રહેતો હતો. પતિ મહેશ પોતાની કે દીકરીઓની કોઈ સારો સંભાળ ન લેતા પરિણીતાને તેમજ દીકરીઓને ઇમિટેશનનું કામ કરી ગુજરાત ચલાવવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: દેવયાની ઇન્ટરનેશનલ IPOના શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો, જાણો લિસ્ટિંગ તારીખ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

લગ્ન જીવન દરમિયાન તેણીએ પુત્રને જન્મ ન આપ્યો હોવાની વાત પતિને ખટકતી હતી. જેના કારણે છેલ્લા ચાર વર્ષથી પતિ અવારનવાર ઘરે આવીને ઝઘડો કરી માર મારીને જતો રહેતો હતો. ગત રવિવારે બપોરના સમયે મહેશે ઘરે આવીને કહ્યું હતું કે, મારા ઘરમાં ઇમિટેશન જેવા ભવાડા ન જોઈએ, હું કહું એટલું જ ઘરમાં થવું જોઈએ.


" isDesktop="true" id="1122920" >


આટલું જ નહીં, જોત જોતામાં મહિલાનો પતિ મહેશ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સાથે જ મહિલાના વાળ પકડી માથું દીવાલ સાથે અથડાવી તેણીને નીચે પછાડી દીધી હતી. આ સમયે ઘરમાં હાજર બંને પુત્રી છોડાવવા વચ્ચે પડતાં બંને પુત્રીઓને પણ બેફામ માર માર્યો હતો. માથાના ભાગે ઇજા પહોંચી હોવાના કારણે મહિલાને તેની પુત્રી સારવાર માટે હૉસ્પિટલ લઇ ગઈ હતી. આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Domestic violence, Husband, Wife, ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन