રાજકોટ: રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ (Husband), સાસુ તેમજ સસરા વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ (Domestic violence) આપવાની તેમજ દહેજ (Dowry)ની માંગણી કરતાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાની પોલીસ (Rajkot police) ફરિયાદમાં જણાવ્યું છે કે, બીજા લગ્નમાં પણ મારે સાસરિયાનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે. લગ્ન સમયે જ્યારે કરિયાવરનો સામાન કાઢતા હતા ત્યારે મારા પતિએ કહ્યું હતું કે, તું કંઈ લાવી જ નથી. તારા લઈ આવેલા ઘરેણા પણ હલકા છે. આ મામલે રાજકોટ શહેરના મહિલા પોલીસ મથક (Mahila police station)માં ફરિયાદ બાદ પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.
પરિણીતાએ ફરિયાદમાં લખ્યું છે કે, "મેં બીબીએ સુધી અભ્યાસ કર્યો હોય જેના કારણે મારો પતિ નોકરી કરવા માટે મને દબાણ કરતો હતો. સાથે જ મને કહેતો હતો કે તારો ખર્ચ તારે જાતે જ ઉપાડવો પડશે. સમગ્ર મામલાની વાત જ્યારે મેં મારા સાસુ-સસરાને કરી ત્યારે તેઓ પણ પોતાના પુત્ર રવિનું ઉપરાણું લઇને મારી સાથે ઝઘડો કરતા હતા. મારા સાસુ-સસરા અને પિયરથી ફર્નિચર તેમ જ ઘરેણાં લઇ આવવા માટે દબાણ પણ કરતા હતા. મારા સાસુ-સસરા મને કહેતા હતા કે, મારો દીકરો તેની મરજીથી જ રહેશે. તને ફાવે તો રહે, નહીંતર પિયર જતી રહે."
પરિણીતાની ફરિયાદ પ્રમાણે, "નાની નાની બાબતોને પણ મારા પતિ અને સાસુ-સસરા મને મ્હેણાં-ટોણાં મારી ઝઘડો કરતા રહેતા હતા. બે મહિના પૂર્વે મારા પતિ મને ખોટું બોલીને પિયર મૂકી ગયા હતા. બપોરે તેડી જઇશ તેમ કહ્યું હતું, પરંતુ બાદમાં તેઓ મને તેડવા ન આવતાં મેં મારા સાસુ-સસરાને જાણ કરી હતી. તેઓએ મને કહ્યું હતું કે, અમારે છૂટું જ કરી નાંખવું છે. મારા પતિ પોતાને પહેરેલા કપડે પિયરમાં મૂકી ગયા હોવાથી ઘરેણા સહિતનો સામાન સાસરિયાઓ પાસે રહેલો છે."
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ મહિલાઓ પર ત્રાસ ગુજરાવાની અનેક ફરિયાદો નોંધાતી રહે છે. જેમાં મોટા ભાગના કેસ દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાના હોય છે. મહિલા અત્યાચાર ઉપરાંત રાજ્યમાં અન્ય ગુનાના પણ અનેક બનાવો બનતા રહે છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારે આ અંગેના આંકડા જાહેર કર્યાં હતા. આ આંકડા નીચે પ્રમાણે છે.