રાજકોટઃ મહિલા ક્લાર્કની કરુણ કહાની! 'હું સારા કપડાં પહેરું, માથું ઓળવું તો પતિ શંકા કરી મારકૂટ કરતો'

રાજકોટઃ  મહિલા ક્લાર્કની કરુણ કહાની! 'હું સારા કપડાં પહેરું, માથું ઓળવું તો પતિ શંકા કરી મારકૂટ કરતો'
પ્રતિકાત્મક તસવીર

લગ્નના ચારેક મહિના બાદ મેં અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પતિએ બે હાથ જોડીને માફી માંગી લેતા અમે કોર્ટમાં સમાધાન કરી લીધું હતું.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city) આવેલી જિલ્લા નોંધણી ભવન નામ મહિલા ક્લાર્ક ((Lady Clark) ) તરીકે ફરજ બજાવતાં કાશ્મીરાબેન જયદીપભાઇ ગોંડલીયાએ પોતાના પતિ સામે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સારા કપડા પહેરુ સારી રીતે માથુ ઓળવું ત્યારે શંકાશીલ પતિ મારકૂટ (domestice violence) કરતો હતો.

રાજકોટ શહેરના શિવનગર વિસ્તારમાં રહેતા અને જિલ્લા નોંધણી ભવનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં કાશ્મીરાબેન જયદીપભાઇ ગોંડલીયા નામની પરિણીતાએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી ગામે રહેતા પતિ જયદીપ યોગેશભાઈ ગોંડલીયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન 18 જાન્યુઆરી 2013ના રોજ જયદીપ ગોંડલીયા સાથે થયા હતા.



છેલ્લા 20 દિવસથી હું અને મારો દીકરો માવતરે રહીએ છીએ. લગ્ન બાદ મને મારા સાસરિયાઓએ ચારેક મહિના સારી રીતે રાખી હતી. ત્યારબાદ મારો પતિ નાની નાની બાબતમાં મારી સાથે ઝઘડો કરતો હતો. મારી સાથે મારકૂટ કરતો હતો. લગ્નના ચારેક મહિના બાદ મેં અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પતિએ બે હાથ જોડીને માફી માંગી લેતા અમે કોર્ટમાં સમાધાન કરી લીધું હતું.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

આ પણ વાંચોઃ-બોયફ્રેન્ડને ફોન ઉપર સંભળાઈ પ્રેમિકાની ચીસો, બે દિવસ બાદ અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ

બાદમાં અમે રાજકોટ સરકારી મકાનમાં રહેવા આવ્યા હતા. હું સારા કપડા પહેરુ સારી રીતે માથુ ઓળવું તો મારો પતિ મારી ઉપર શંકા કરી ઝઘડા કરી મારકૂટ કરતો હતો. તેમજ મારો પગાર પણ પોતે વાપરી નાખતો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ રેસ્ટોરન્ટમાં કરતા હતા કોરોના દર્દીઓની સારવાર, દિવસનો રૂ.18,000 વસૂતા ચાર્જ, રાજાણી પિતા-પુત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

થોડા દિવસ પહેલાં હું મારી બહેન સાથે વાત કરતી હતી તે રેકોર્ડિંગ મે ડીલીટ કરી નાખતા તે રેકોર્ડિંગ કેમ ડિલીટ કરી નાખ્યું તેમ કહી ઝઘડો કર્યો હતો. તેમજ મારા રૂમનો દરવાજો તોડી મને મારકૂટ પણ કરી હતી.



મારા પતિએ મારકૂટ કર્યા બાદ કહ્યું હતું કે તારે તારી બહેન સાથે હવેથી વાત કરવાની નથી. સમગ્ર મામલે મેં મારી બહેનને જાણ કરતાં તેણે 181ને ફોન કરતા. 181 અભયમની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યાર બાદ અમને મહિલા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. પરંતુ મારે સમાધાન નહીં કરવું હોવાથી મારે પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.
Published by:ankit patel
First published:April 24, 2021, 20:17 pm

ટૉપ ન્યૂઝ