રાજકોટ: ભાજપ કોર્પોરેટર દ્રારા સગાભાઈને બિભત્સ ગાળો બોલતો VIDEO વાયરલ

News18 Gujarati
Updated: April 4, 2018, 9:10 PM IST
રાજકોટ: ભાજપ કોર્પોરેટર દ્રારા સગાભાઈને બિભત્સ ગાળો બોલતો VIDEO વાયરલ

  • Share this:
રાજકોટમાં આમતો ચોરી, લૂંટ, મર્ડરની ઘટનાઓ તો અવાર નવાર બનતી હોય છે, જેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતી હોય છે, પરંતુ આજે રાજકોટમાં ભાજપના એક કોર્પોરેટર સામે તેમના જ સગા ભાઈએ ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવતા રાજકોટના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ સામે તેમના જ ભાઈએ પોલીસ ફરિયાદ કરી છે. અનિલ રાઠોડના ભાઈએ થોરાળ પોલીસમાં ફરિયાદ આપતા કહ્યું કે, મારા ભાઈ અનિલ રાઠોડે મને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મુદ્દે ફરિયાદીએ કોર્પોરેટર દ્વારા કેવી રીતે બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેનો વીડિયો પણ પોલીસને પ્રુફ તરીકે સોંપ્યો છે.આ વીડિયોના આધારે થોરાળ પોલીસે ફરિયાદ નોંધી કોર્પરેટર અનિલ રાઠોડની ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે બીજેપીના કોર્પોરેટર અનિલ રાઠોડની દાદાગીરી જોઈ-સાંભળી શકાય છે.
First published: April 4, 2018, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading