રાજકોટમાં Pad Bank, ગુજરાતની 12 હજાર મહિલાઓ જોડાઇ, સર્વેમાં દીકરીઓના સ્વાસ્થ્ય અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

રાજકોટમાં Pad Bank, ગુજરાતની 12 હજાર મહિલાઓ જોડાઇ, સર્વેમાં દીકરીઓના સ્વાસ્થ્ય અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
આ પીરીયડ્સ દરમિયાન જૂના કપડાના ટુકડા, રાખ કે લાકડાનું ભૂસુ અને છાપા વાપરીને આરોગ્યને હાની પહોંચાડે છે.

આ પીરીયડ્સ દરમિયાન જૂના કપડાના ટુકડા, રાખ કે લાકડાનું ભૂસુ અને છાપા વાપરીને આરોગ્યને હાની પહોંચાડે છે.

  • Share this:
પેડમેન (Padman) અને પેડવુમન (Padwoman) બાદ હવે દેશમાં સર્વપ્રથમ પેડબેન્કની (pad bank) શરૂઆત થઈ છે. વડોદરાના એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને સલ્મ વિસ્તારની બહેનો (Slum woman) માટે આ બેંક શરૂ કરવામાં આવી છે. માય ફ્રિડમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશભરમાં મહિલાઓના સ્વાસ્થ્ય (Woman health) માટે અભિયાન ચલાવવામાં આવે છે, જે અંતર્ગત દેશમાં સૌપ્રથમ વખત શરૂ થયેલી પેડ બેન્ક વિશે સંસ્થાના પ્રમુખ ડૉ. પ્રીતિ ગુપ્તા રાજકોટમાં ખાસ માર્ગદર્શન આપશે.

શું કરાયો સર્વે?સંસ્થાના પ્રમુખ ડૉ.પ્રિતી ગુપ્તાના નેતૃત્વ હેઠળ મહિલા સ્વાસ્થય,  સ્વરોજગાર અને સ્વાવલંબન અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતમાંથી 12 હજાર જેટલી મહિલાઓ જોડાયેલી છે. ગ્રામીણ વિસ્તારોની 95 ટકા દીકરીઓ માટે સેનેનટરી પેડનો ઉપયોગ બહુ દૂરની વાત છે. ત્યારે તેઓ હજુ આ પીરીયડ્સ દરમિયાન જૂના કપડાના ટુકડા, રાખ કે લાકડાનું ભૂસુ અને છાપા વાપરીને આરોગ્યને હાની પહોંચાડે છે. આ સંસ્થા દ્વારા જ્યારે એક સર્વે હાથ ધરાયો હતો ત્યારે ગ્રામીણ વિસ્તારની મોટાભાગની દીકરીઓને પ્રથમ વખત પિરીયડ આવ્યું ત્યારે તેનાથી તે અજાણ હતી અને શાળાએ જવાનું પણ છોડી દીધું હતું.

મહેસાણાઃ સૂર્ય મંદિર મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ, રોશનીથી ઝગમગી ઉઠ્યું મંદિર, જુઓ અદભૂત તસવીરો

ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ થવાના કિસ્સામાં ભારત આગળ

આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ થવાના કિસ્સાઓમાં 27 ટકા મૃત્યુ સાથે ભારત આગળ છે. આથી માય ફ્રીડમ ગ્રુપ દ્વારા વુમન વેલનેસ મિશન અંતર્ગત અલગ અલગ શહેરોમાં પેડ બેન્ક શરૂ કરી મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો એક હેતું છે. આ સંસ્થા દ્વારા આગામી પાંચ વર્ષમાં દેશની 11 કરોડથી વધુ દીકરી અને બહેનોને મેડીક્રેડ સેનેટરી પેડ વિનામૂલ્યે મળી રહે તે માટેનું આયોજન કરવાના છે.

નેતાજીની 125મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ PM મોદીએ ગુજરાતના આ ગામને કર્યું યાદ, કારણ છે ખાસપેડબેન્કની સાથે સાથે આ ઝુંબેશમાં 11 કરોડ દીકરીઓના સ્વાસ્થ્ય માટે દત્તક અભિયાન પણ શરૂ કરાશે. જેમાં રોજના રૂપિયા બેથી દત્તક લઈ સ્વસ્થ અને સુરક્ષિત નારી સમાજના સર્જનમાં યોગદાન આપવા અનુરોધ કર્યો છે.
Published by:Kaushal Pancholi
First published:January 24, 2021, 07:25 am

ટૉપ ન્યૂઝ