મુસ્તુફા લાકડાવાલા,રાજકોટઃ મહાનગરપાલિકા(Mahanagarpalika) દ્વારા ગુજરાત સરકારના(Gujarat Sarkar)આદેશ અનુસાર રસીકરણની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડૉ.દર્શીતા શાહ સહિતના અગ્રણીઓ દ્વારા 12-14 વર્ષનાં બાળકોનું(Children)રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગત 15 માર્ચ 2010 (15 March 2010)પહેલા જન્મેલા બાળકોને Corbevax રસી આપવાનો પ્રારંભ કરાયો છે. તેમજ વધુમાં વધુ બાળકોને રસી આપી કોરોનાથી સુરક્ષિત કરવાની અપીલ કરવામાં આવી છે. માત્ર 10 દિવસમાં(10days)આ રસીકરણ અભિયાન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
જાણવા મળતી વિગત મુજબ, આજે શાસ્ત્રીનગરની મહાત્મા ગાંધી સ્કૂલ ખાતેથી મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે પદાધિકારીઓ તથા મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વધુમાં વધુ બાળકોને કોરોના રસી મુકાવી લેવા માટેની અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિવિધ શાળાઓ ખાતે આ માટેના કેમ્પો યોજવામાં આવનાર હોવાનું પણ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડનાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારની સૂચના મુજબ 12-14 વર્ષની કેટેગરી માટેનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં Corbevax રસીનો ડોઝ 0.5ml IM છે. રસીકરણ માટે કોવિન પોર્ટલ પર મોબાઈલ નંબર અને આઈડી કાર્ડ સાથે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. તેમજ 2 ડોઝ વચ્ચે સમયગાળો 28 દિવસનો રાખવામાં અવ્યો છે. આ રસીકરણ માટે માત્ર 15મી માર્ચ 2010 પહેલા જન્મેલા બાળકો જ પાત્ર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મેયર ડો. પ્રદીપ ડવનાં જણાવ્યા મુજબ, આજથી 12 થી 14 વર્ષનાં બાળકોનું રસીકરણ શરૂ કરાયું છે. જેમાં હૈદરાબાદ ખાતે બનેલી સ્વદેશી રસી Corbevax નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરનાં કુલ 62 હજાર બાળકોનું રસીકરણ આ અભિયાન હેઠળ કરવામાં આવનાર છે. અગાઉ 22 લાખ લોકોને ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ અપાઈ ચુક્યો છે. જે કુલ ટાર્ગેટનાં 95% છે. ત્યારે રાજકોટમાં વધુમાં વધુ વેકસીનેશન થાય અને શહેરીજનો કોરોનાથી સુરક્ષિત બને તે માટે મનપા તંત્ર કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. બાળકોનું રસીકરણ 8-10 દિવસમાં 100 ટકા કરવામાં આવશે તેવો દાવો પણ તેમણે કર્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Vaccination, રાજકોટ