Rajkot news: પડધરી પાસેથી એક તાજી જન્મેલી બાળકી મળી આવી છે. તો સાથે જ ત્યાંથી સો મીટર દૂર એક મહિલાના લોહીવાળા પગલાં પણ નજરે પડ્યા છે. જેથી પોલીસને શંકા હતી કે, ડીલેવરી જે સ્થળેથી બાળકી મળી આવી છે તેની નજીકમાં જ થઇ છે.
રાજકોટઃ તાજેતરમાં જ પડધરી પાસે એક તાજી જન્મેલી બાળકી (newborn baby) મળી હતી. સમગ્ર મામલાની જાણ 108 થતાં તાત્કાલિક અસરથી 108 નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાર બાદ બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં (Rajkot hospital) ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ સમગ્ર મામલે 108ને કોલ કરના ખેડૂતની ફરિયાદના આધારે પડધરી પોલીસે તાજી જન્મેલી બાળકીને ત્યજી દેનાર સગીરા અને તેના માતા-પિતા વિરુદ્ધ પણ (complain againts mother-father) પોલીસ ફરિયાદ નોંધી હતી.
પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પ્રથમ સગીરાના માતા-પિતા અને ત્યારબાદ બાળકીને જન્મ આપનાર સગીરા ની પણ અટકાયત કરી હતી. પોલીસ દ્વારા તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સગીરા સાથે કોઈ શકશે દુષ્કર્મ કર્યું હોવાના કારણે તે ગર્ભવતી બની હતી.
જેના કારણે તેને બાળકીને જન્મ આપવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ પોલીસ દ્વારા સગીરાને કોણે પોતાની હવસનો શિકાર બનાવી તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
બીજી તરફ બાળકીને જન્મ આપનાર પરિવારે બાળકીને તરછોડી હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. કુવારી માતાના કૂખે જન્મેલી દીકરીને પરિવારે તરછોડતા રાજકોટ શહેરના કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે તેને આશરો આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ગત અઠવાડિયે રાજકોટ ગ્રામ્ય પોલીસ અંતર્ગત આવતા પડધરી પોલીસને માહિતી મળી હતી કે પડધરી પાસેથી એક તાજી જન્મેલી બાળકી મળી આવી છે. તો સાથે જ ત્યાંથી સો મીટર દૂર એક મહિલાના લોહીવાળા પગલાં પણ નજરે પડ્યા છે.
" isDesktop="true" id="1113185" >
જેથી પોલીસને શંકા હતી કે, ડીલેવરી જે સ્થળેથી બાળકી મળી આવી છે તેની નજીકમાં જ થઇ છે. જે અંતર્ગત બાળકીના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તેમજ મહિલાના લોહીવાળા પગલાના ચિન્હ જ્યાંથી મળી આવ્યા હતા ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીનો જન્મ રાત્રિના સમયે થયો હોવાનું ખુલ્યું હતું.