ધો. 9ની વિદ્યાર્થિનીને તાવ આવ્યો, હૉસ્પિટલ લઇ ગયા તો બાળકને જન્મ આપ્યો

News18 Gujarati
Updated: December 4, 2019, 8:42 AM IST
ધો. 9ની વિદ્યાર્થિનીને તાવ આવ્યો, હૉસ્પિટલ લઇ ગયા તો બાળકને જન્મ આપ્યો
પ્રતિકાત્મક તસવીર

ધોરણ 9માં ભણતી દીકરીને શાળામાં અચાનક તાવ આવ્યો હતો.

  • Share this:
રાજકોટ : ઊનામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતી અને 15 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો છે. જેની જાણ પરિવારને થતા તેઓ પણ ચોંકી ગયા હતા. આ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સગીરા સાથે દુષ્કર્મ થયું હતું. તેની સાથે કોણે દુષ્કર્મ કર્યું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ધોરણ 9માં ભણતી દીકરીને શાળામાં અચાનક તાવ આવ્યો હતો. જે બાદ તેના પિતા શાળામાંથી તેન હૉસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેને તાવ અને શરદીની દવા આપી હતી. તે છતાં પણ તેને સારૂં લાગતું ન હતું. સગીરાને સાંજે આંચકી ઉપડી હતી. જે બાદ તે બેભાન થઇ ગઇ હતી. જેથી તેને સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી. તે છતાં તેની હાલતમાં સુધારો ન આવતા તેને રાજકોટની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું કે તેના પેટમાં સાત માસનો ગર્ભ છે જેથી પરિવારનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ. સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ હત્યા : પરિવારે કહ્યું- 100 નંબર ડાયલ કર્યો ત્યારે પોલીસે Aadhaar નંબર માંગ્યો હતો

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, તેની સાથે સાતેક માસ પહેલા દુષ્કર્મ થયું હતું. પરંતુ આ કોણે કર્યું અને ક્યાં કર્યું તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ અંગે પરિવારનું કહેવું છે કે, અમારે ચાર દીકરી અને એક દીકરો છે. આ અમારી બીજા નંબરની દીકરી છે. તેણે અમને આ અંગે કંઇપણ કહ્યું નથી. જો અમને થોડી પણ ખબર હોત તો અમે પહેલા કંઇ કરી શક્યા હોત.

આ પણ વાંચો : DPS Eastનાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આખી રાત શાળાની બહાર જ વિતાવી

આ વીડિયો પણ જુઓ : 
First published: December 4, 2019, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading