રાજકોટ કોવિડ હૉસ્પિટલ આગઃ ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા આ 5 દર્દીનાં થયા કરૂણ મોત

રાજકોટ કોવિડ હૉસ્પિટલ આગઃ ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા આ 5 દર્દીનાં થયા કરૂણ મોત
ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રસિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું

ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રસિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું

 • Share this:
  રાજકોટઃ ગુરૂવાર મોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં આગ (Rajkot COVID Hopsital Fire) લાગતાં ICU વોર્ડમાં દાખલ 5 દર્દીઓનાં કરૂણ મોત થયા છે. હૉસ્પિટલના ICU વોર્ડમાં કુલ 11 દર્દી સારવાર લઈ રહ્યા હતા જેમાંથી 5 દર્દીનાં મોત થયા છે જ્યારે એક દર્દી ગંભીર રીતે દાઝી જતાં હાલ સારવાર હેઠળ છે.

  ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી, રસિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું છે. જ્યારે કિશોરભાઈ નામના દર્દી અતિ ગંભીર છે. હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની જાણ થતા મેયર, પોલીસ કમિશનર, મનપા કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.  આ પણ વાંચો, રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 5 દર્દીઓનાં મોત

  ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ઉદય કોવિડ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે જગ્યાએ આગજનીનો બનાવ બન્યો હતો તે આઇસીયુની પણ મુલાકાત લીધી હતી. આઇસીયુની મુલાકાત બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટનામાં પાંચ જેટલા દર્દીઓના મોત નીપજ્યા છે જે પણ ઘટના બની છે તે ખૂબ જ દુઃખ જ છે તો સાથે જ ઘટના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત સંપર્કમાં છે. આગજનીના બનાવમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ રામસિંહભાઈ, નીતિનભાઈ બદાણી, રસિકલાલ અગ્રાવત, સંજય રાઠોડ તેમજ કેશુભાઈ અકબરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એફ.એસ.એલ.ની ટીમને પણ મદદ લેવામાં આવી છે.

  બીજી તરફ, રાજકોટ આગમાં ભોગ બનેલા દર્દીઓના પરિવારોને દુઃખ વ્યક્ત કરી આગ લાગવા પાછળના કારણો જાણવા માટે તપાસના આદેશ આપી દીધા છે.

  આ પણ વાંચો, રાજકોટ કોવિડ હોસ્પિટલ આગઃ CM રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસના આપ્યા આદેશ

  નોંધનીય છે કે, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મધરાતે સાડા બાર વાગ્યે આગનો કોલ આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળે આવેલી મશીનરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલની મંજૂરી અપાઈ હતી. રાજકોટ મનપાના વિપક્ષ નેતાએ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 27, 2020, 07:59 am

  ટૉપ ન્યૂઝ