રાજકોટ આગઃ CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા, મૃતકોના પરિવારોને 4 લાખ સહાયની જાહેરાત

રાજકોટ આગઃ CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા, મૃતકોના પરિવારોને 4 લાખ સહાયની જાહેરાત
ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં 11 પૈકી 5 દર્દીઓનાં મોત

ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતાં 11 પૈકી 5 દર્દીઓનાં મોત

  • Share this:
    રાજકોટઃ શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોનાં મોત થયા છે. આ મામલા પર રાજ્યના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી એ કે રાકેશને જવાબદારી સોંપી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

    ઉલ્લેખનીય છે કે, ઉદય શિવાનંદ હોસ્પિટલમાં (Udayshivanand Covid Hospital fire) લાગેલીમાં આગમાં 5 જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ (Rajkot fire deaths) થવાના કારણે લાગ્યો હતો.



    આ પણ વાંચો, રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 5 દર્દીઓનાં મોત

    જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

    બીજી તરફ, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના તબીબ ડૉ. તેજસ કરમટાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં અમારી હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી. અમારી હોસ્પિટલ પાસે ફાયર એનોસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. સમગ્ર આગજનીની જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગજની નો બનાવ બનવા પામ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 27, 2020, 07:18 am

    ટૉપ ન્યૂઝ