રાજકોટ: શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલના (Uday Shivanand Covid Hospital fire) ICU વિભાગમાં આગ લાગી હોવાનો બનાવ બન્યો છે. આગને પગલે પાંચ કોરોનાની સારવાર લઈ રહેલા પાંચ દર્દીનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અહીં કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગને પગલે ICU વિભાગ બળીને ખાખ થઈ ગયો છે. જેના પગલે હવે મૃતકોનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ (Forensic Post Mortem) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આજે સાંજ સુધીમાં આ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આગની સાથે સાથે મૃતકોની ફાઇલ અને ડેટા પણ બળીને ખાખ થઈ ગયો છે. અહીં સારવાર લઈ રહેલા રસિકલાગ અગ્રવાલની ફાઇલ બળીને ખાખ થઈ ગઈ છે. જે બાદમાં હૉસ્પિટલના તેમના પરિવારનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે.
આગને પગલે આ લોકોએ જીવ ગુમાવ્યો
1) કેશુભાઇ લાલજી અકબરી-રાજકોટ
2) સંજય અમૃતલાલ રાઠોડ-રાજકોટ
3) રામશી મોતી લોહ-જસદણ
4) નિતીન મણીલાલ બદાણી-મોરબી
5) રસિક શાંતિલાલ અગ્રાવત-ગોંડલ
મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો
રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને જવાબદારી સોંપી છે.
શોર્ટ-સક્રિટને કારણે લાગી આગ
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે પૈકી 11 દર્દી આઇસીયુમાં સારવાર લઇ રહ્યા હતા. આગ આઈસીયુમાં શોર્ટ-સર્કિટને કારણે લાગી હતી. આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીનાં મોત થયા છે.
આગ બાદ હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યૂ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:November 27, 2020, 09:51 am