રાજકોટમાં એક વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને તેની હત્યા કરવામાં આવી છે. જેમાં રાજકોટની એક નામચીન યુવતી સાથે તેનાં બે સાગરિતો સામે ફરિયાદ નોંધાઇ હતી. જામનગરનાં વૃદ્ધને રાજકોટ બોલાવીને તેનો વીડિયો ઉતાર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે વૃદ્ધ કિરીટ ચંદુભાઇ મહેતાને હનીટ્રેપમાં ફસાવીને હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે વૃદ્ધનાં મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો છે. આ આખી ઘટનામાં બે યુવતી સહિત ત્રણ યુવાનોની સંડોવણી બહાર આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કેસમાં સંડોવાયેલ યુવતીની પહેલા સીડીકાંડમાં પણ ધરપકડ થઇ હતી. થોડા સમય પછી આ અંગે પોલીસ વધુ માહિતી આપશે.
જામનગરનાં વૃદ્ધને રાજકોટ બોલાવીને તેનો વીડિયો ઉતાર્યો હતો.
હાલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓ અને મૃતકનાં પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.
અમદાવાદમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. સરકારી કોન્ટ્રાક્ટ ધરાવતા 69 વર્ષીય મફત પટેલને હનિટ્રેપમાં ફસાવી સોનિયા નામની 40 વર્ષીય મહિલાએ વૃદ્ધની ઓફિસમાં એકલતાના સમયમાં તેમની સાથે શારીરિક અડપલા ઉપરાંત શરીર સંબંધ બાંધવા જેવી પરિસ્થિતિ ઊભી કરી ચાલાકીથી છૂપા કેમેરાથી ફોટા પાડી લીધા હતા. મહિલા અને તેના સાથીદારે વૃદ્ધને ફોટા બતાવી યૂ-ટ્યૂબમાં ફોટા અપલોડ કરવાની ધમકી આપી રૂ. 7 લાખ માગ્યા હતા. જે અંગે વૃદ્ધે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર