રાજકોટ પોલીસના e-memoમાં વધુ એક બેદરકારી, કાર કોઈની મેમો બીજાને


Updated: January 9, 2020, 11:55 AM IST
રાજકોટ પોલીસના e-memoમાં વધુ એક બેદરકારી, કાર કોઈની મેમો બીજાને
ઇકો કારનો નંબર સ્પષ્ટ ન દેખાતાં તેનો મેમો આઇ-10 કારના માલિકને મળ્યો

ઇકો કારનો નંબર સ્પષ્ટ ન દેખાતાં તેનો મેમો આઇ-10 કારના માલિકને મળ્યો

  • Share this:
રાજકોટમાં ઘણી વખત ઇ-મેમોની અદલાબદલી અથવા ખોટા નંબર પર ઇ-મેમો આપી દેવા જેવા બેદરકારીના કિસ્સા સામે આવ્યા છે. આ વખતે રાજકોટ (Rajkot)માં ફરી એક વાર આવો જ કિસ્સો સામે આવ્યો. કંટ્રોલ રૂમમાંથી એક કારનો ઇ-મેમો (Traffic e-memo) બીજી કારના માલિકને ત્યાં પહોંચ્યો છે.

ઇ-મેમોમાં જે કારનો ફોટો પાડવામાં આવ્યો છે તે અલગ છે અને ઇ-મેમોમાં જે કાર નંબર છે તે કાર અલગ છે. એટલે કે ઇકો કાર (Eeco Car) છે તે સાચી હશે પણ તેનો નંબર સ્પષ્ટ નહીં હોવાથી અન્ય કાર માલિકને ઇ-મેમો પહોંચી ગયો છે.

જોકે જે કાર માલિકને ખોટી રીતે ઇ-મેમો પહોંચ્યો છે તેના દ્વારા જો રજૂઆત કરવામાં આવે તો ઇ-મેમો રદ થઈ શકે છે. ઘણી વખત આ જ રીતે જો કોઈ પણ વાહનના નંબર સ્પષ્ટ વંચાતા ન હોય તો અન્ય વાહન માલિકને આવો ઇ-મેમો પહોંચી જતો હોય છે.

આ અગાઉ પણ રાજકોટનાં વાહન ચાલકનો ઇ-મેમો ધોરાજીના વાહન ચાલકને આપવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે, આવા અનેક કિસ્સાઓ રાજકોટમાં સામે આવી ચૂક્યા છે. હાલ જે ઇકો કાર દેખાઈ છે તેનો નંબર સ્પષ્ટ નથી દેખાતો જેથી તેને મળતા નંબરવાળાને એટલે કે આઈ10 (Hyundai i10)કાર ના માલિકને ઇ-મેમો (e-memo)પહોંચી ગયો છે. આ મેમો આઇવે પ્રોજેકટના કેમેરાથી લેવાના આવ્યો છે અમે સીટબેલ્ટ નહીં બાંધ્યો હોવાથી 500 રૂપિયાનો (500 rupees fine) દંડ પણ ફટકારાયો છે.

આ પણ વાંચો, રાજકોટ રેલ્વે સ્ટેશન સુવિધા અને સ્વચ્છતાનું શ્રેષ્ઠ ઉદાહરણ, મળ્યું ISO પ્રમાણપત્ર
First published: January 9, 2020, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading