રાજકોટ : હેલ્મેટ વિરોધી ઝુંબેશમાં હેલ્મેટ વેચતા વેપારી પણ જોડાયા!

News18 Gujarati
Updated: December 2, 2019, 3:59 PM IST
રાજકોટ : હેલ્મેટ વિરોધી ઝુંબેશમાં હેલ્મેટ વેચતા વેપારી પણ જોડાયા!
હેલ્મેટના વેપારી પણ વિરોધમાં જોડાયા!

વેપારીના હેલ્મેટના વેપારમાં ખૂબ ફાયદો થયો હોવા છતાં તેઓ માની રહ્યા છે કે શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાની જરૂર નથી.

  • Share this:
રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં હેલ્મેટના કાયદાની અમલવારીને એક મહિનો પૂર્ણ થઇ ચૂક્યો છે. ત્યારે રાજકોટમાં હેલ્મેટના કાયદાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કૉંગ્રેસ દ્વારા હેલ્મેટના કાયદા વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે કૉંગ્રેસના અભિયાનમાં ખુદ હેલ્મેટ વેચનારા વેપારી પણ જોડાયા છે.

રાજકોટમાં રહેતા અશોકભાઈ છેલ્લા 28 વર્ષથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો વેપાર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો ઓનલાઇન વેપાર શરૂ થતા તેની સીધી અસર તેમના ધંધા પર પડી છે. અશોકભાઈનું કહેવું છે કે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમનું ઓનલાઈન વેચાણ થતાં તેમના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરમાં જ સરકારે મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈ પ્રમાણે હેલ્મેટ ન પહેરવા બદલ દંડ વસૂલ કરવાની અમલવારી કરી છે. હેલ્મેટ પહેરવા પર 500 રૂપિયા દંડ થતો હોવાથી રાતોરાત અનેક વેપારીઓએ હેલ્મેટનું વેચાણ શરૂ કર્યું હતું. શરૂઆતમાં હેલ્મેટના વેપારીઓને ત્યાં હેલ્મેટ ખરીદવા માટે લોકોએ લાઇનો પણ લગાવી હતી.



આ વાતને ધ્યાનમાં રાખીને અશોકભાઈ છેલ્લા બે મહિનાથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સની સાથે સાથે હેલ્મેટનું વેચાણ પણ કરી રહ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં અશોકભાઈએ જણાવ્યું કે, "છેલ્લા બે મહિનામાં તેમની દુકાનમાં મોટી માત્રામાં હેલ્મેટનું વેચાણ થયું છે. આથી તેમને ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓની સામે હેલ્મેટના વેચાણમાં આર્થિક ફાયદો પણ ખૂબ થયો છે."

આ પણ વાંચો : રાજકોટમાં હેલ્મેટ વિરોધી સહી ઝુંબેશ : દોઢ દિવસમાં 15 હજારથી વધુ લોકોએ વિરોધ નોંધાવ્યો

આવા સમયે કૉંગ્રેસે હેલ્મેટના કાયદા વિરુદ્ધ શરૂ કરેલા ખુદ અશોકભાઈ પણ જોડાયા છે. અશોકભાઈનું કહેવું છે કે, "ઈલેક્ટ્રોનિક્સ આઈટમના વેચાણમાં નોંધાયેલો ઘટાડો અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ હાલ હેલ્મેટનું વેચાણ કરી રહ્યા છે, પરંતુ હું માનું છું કે શહેરી વિસ્તારોમાં આ કાયદો જરૂરી નથી."
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading