Single use Plastic પર પ્રતિબંધનો કડક અમલ કરવા રાજકોટ મનપાએ ઘડ્યો પ્લાન

News18 Gujarati
Updated: September 11, 2019, 3:00 PM IST
Single use Plastic પર પ્રતિબંધનો કડક અમલ કરવા રાજકોટ મનપાએ ઘડ્યો  પ્લાન
પ્રતિકાત્મક તસવીર

વોર્ડ વાઇઝ વાસણ ભંડાર વાળાની દુકાનની મુલાકાત લઇ, તેઓને લગ્ન પ્રસંગો, સંમારંભોમાં પ્લાસ્ટિકની વસ્તુ આપવાને બદલે અન્ય વાસણ આપવા માટેની સમજ અપાશે

  • Share this:
રાજકોટ: સમગ્ર દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single Use Plastic) માંથી મુક્ત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આજથી રાષ્ટ્રીય અભિયાન ‘સ્વચ્છતા એજ સેવા’નો શુભારંભ કર્યો છે. સાથોસાથ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત "સ્વચ્છ સર્વેક્ષણ-2020" માટે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા તથા પ્લાસ્ટિકના કચરાના યોગ્ય નિકાલ માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્ર વ્યાપી જાગૃતિ લાવવા માટે નાગરિકોના વિશાળ લોક ઝુંબેશ ૧૧ સપ્ટેમ્બર થી 27 ઑક્ટોબર 2019 દરમ્યાન હાથ ધરવામાં આવેલું છે.

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના કોન્ફરન્સ હોલ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રી અને કર્મચારીઓએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ અભિયાન અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, “સિંગલ યુઝ પ્લાસ્ટિક” પર પ્રતિબંધ ફરમાવેલો છે. તેનો ચુસ્તપણે અમલ થાય તે માટે સઘન ઝુંબેશ હાથ ધરાશે. વોર્ડ વાઇઝ વાસણ ભંડાર વાળાની દુકાનની મુલાકાત લઇ, તેઓને લગ્ન પ્રસંગો, સંમારંભોમાં પ્લાસ્ટિકની વસ્તુ આપવાને બદલે અન્ય વાસણ આપવા માટેની સમજ આપવી, ડોર ટુ ડૉર ગાર્બેજ કલેકશનના ડ્રાઇવરો અને હેલ્પરો દ્વારા લોકો પાસેથી ભીનો કચરો અને સુકો કચરો અલગથી લે તે માટેની ચેકીંગ ઝુંબેશ હાથ ધરવી, રાજકોટ શહેરમાં હાલમાં કાર્યરત MRF સેન્ટરની મુલાકત લઇને તેઓ દ્વારા કેટલો પ્લાસ્ટીક એકઠોં કરવામાં આવે છે તે અંગેની ચેકીંગ ઝુંબેશ હાથ ધરાશે,”.

આ ઉપરાંત, ગાર્બેજ ટ્રાન્સપોર્ટેશને આવતા ડ્રાય વેસ્ટનું MRF દ્વારા પ્લાસ્ટિક કચરાનું વર્ગીકરણ અલગથી થાય તેવી વ્યવસ્થા કરવી, મલ્ટિલેયર પ્લાસ્ટિકના ઉત્પાદન તથા નમકીન ઉત્પાદન કરતાં યુનિટો સાથે EPR અંગેની મિટીંગ આયોજન કરવું, હાલમાં વોર્ડ ઓફિસમાં કામ કરતા કાર્યરત મિત્રમંડળના સભ્યોને સેગ્રીગેશન અંગેની તાલીમ આપવી, પ્લાસ્ટિક મુકત થીમ ઉપર ઓડીયો-વિડિયો બનાવવા અને તેનું પ્રચાર-પ્રસાર કરાવવુ, NGO તથા SHG જોડી ઘરમાંથી નકામા ક્પડા એકત્રીત કરીને તેમાંથી કપડાની થેલી બનાવી અને તેનું ઘરે-ઘરે વિતરણ કરવાની કાર્યવાહી કરવી, વોર્ડ વિસ્તારમાં આવેલ તમામ ગિફટ, આર્ટિકલ શૉપની મુલાકાત લઇ ગીફટ પેક માટે વપરાતા પ્લાસ્ટિક્ના બદલે કપડા, કાગળ કે અન્ય વસ્તુનો ઉપયોગ કરવા માટેની સમજણ આપવામાં આવશે.

વળી, સૌથી વઘુ કચરો એકઠોં કરનારને સન્માનિત કરવામાં આવશે, નાગરિકો તથા NGO ઓને સાથે રાખી રાંદરડા તળાવ તથા આજીડેમ, ન્યારી-ડેમના કિનારા પરથી પ્લાસ્ટીકનો કચરો દુર કરવા માટેની ઝુંબેશનું આયોજન કરવા, આજીડેમ, ન્યારી ડેમ તથા ગ્રીન લેન્ડ ચોકડી ખાતે “સીંગલ યુઝ પ્લાસ્ટીક” ચેકીંગ હાથ ધરવા અંગેની કામગીરી કરવી, તમામ રેસ્ટોરન્ટ, હોટલ ધારકોનું “સિંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધ અંગેનું ચેકીંગ હાથ ધરવું, વોર્ડના નાગરીકો દ્વારા તેઓના ઘરોમાં રહેલ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક વોર્ડ ઓફીસે જમા કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading