રાજકોટઃટાઇમ બોમ્બ કોણે મુક્યો?,શંકાસ્પદોના કોલ ડિટેઇલથી તપાસ શરૂ

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 15, 2017, 3:20 PM IST
રાજકોટઃટાઇમ બોમ્બ કોણે મુક્યો?,શંકાસ્પદોના કોલ ડિટેઇલથી તપાસ શરૂ
રાજકોટઃરાજકોટના ખોડિયાર નગર શેરી નંબર 7માં ગઇકાલે દેશી બનાવટનો ટાઇમ બોમ્બ મળ્યો હતો. સ્થાનિકોની સમય સુચકતા અને રાજકોટ પોલિસના ક્વિક એકશન પ્લાનને લીધે બોમ્બને ડિફયુઝ કરાયો હતો. જો કે રાજકોટ પોલીસની સાચી અગ્ની પરિક્ષા તો બોમ્બ ડિફ્યુઝ કરાયા બાદ શરૂ થઈ છે. કારણકે મહત્વનુ તો એ છે કે ઘટનાને કલાકો વિતી ગયા હોવા છતાં બોમ્બ મુકનારા પોલિસના હાથે લાગ્યા નથી. શંકાસ્પદોના મોબાઈલ નંબરની કોલ ડિટેઈલ્સ પર તપાસ હાથ ધરાઈ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 15, 2017, 3:20 PM IST
રાજકોટઃરાજકોટના ખોડિયાર નગર શેરી નંબર 7માં ગઇકાલે દેશી બનાવટનો ટાઇમ બોમ્બ મળ્યો હતો. સ્થાનિકોની સમય સુચકતા અને રાજકોટ પોલિસના ક્વિક એકશન પ્લાનને લીધે બોમ્બને ડિફયુઝ કરાયો હતો. જો કે રાજકોટ પોલીસની સાચી અગ્ની પરિક્ષા તો બોમ્બ ડિફ્યુઝ કરાયા બાદ શરૂ થઈ છે. કારણકે મહત્વનુ તો એ છે કે ઘટનાને કલાકો વિતી ગયા હોવા છતાં બોમ્બ મુકનારા પોલિસના હાથે લાગ્યા નથી. શંકાસ્પદોના મોબાઈલ નંબરની કોલ ડિટેઈલ્સ પર તપાસ હાથ ધરાઈ છે.

રાજકોટના ખોડિયારનગર શેરી નંબર 7માં બોક્ષ ભાવના બેન નામક સ્થાનિકના ઘરની ડેલીની બહાર પડ્યુ હતુ. ત્યારે સૌ પ્રથમ તો ભાવનાબેન આ બાબતથી અજાણ હતા. ત્યારે સૌ પ્રથમ તેમણે પોતાની ડેલી પાસે પડેલુ બોક્ષ પોતાની જાતે ઉઠાવીને ઘરથી દુર મુક્યુ. તેમજ બાદમાં પોતાના દિકરાને જાણ પણ કરેલ કે તેમના ઘર પાસે આ પ્રકારનુ બોક્ષ છે જેમાં વાયર જેવુ કંઈક દેખાઈ છે. તો ત્યારબાદ તેમના દિકરા જીગ્નેશે ઘર પાસે પહોંચી પોલિસને જાણ કરી હતી. પોલિસે ડિફયુઝ કરેલ બોમ્બ માંથી જીલેટીનની કેપ, બેટરી, ટાઈમર તેમજ પર્સયુશન કેપ મળી આવી હતી. તો એક્ષપ્લોઝીવ તરીકે એમોનીયન નાઈટ્રેડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બોમ્બ બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સામગ્રીઓ વેચનારને ત્યાં પોલિસે પુછપરછ હાથ ધરી છે. ખાસ કરીને જીલેટીન વેચતાં ડિલર્સ, સબ ડિલર્સ તેમજ એન્ડ યુઝરની પણ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલિસે પાંચ જેટલાં શંકાસ્પદ શખ્સોની કોલ ડિટેઈલ કઢાવી વધુ તપાસ હાથ ધરી છે.

First published: February 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर