Home /News /kutchh-saurastra /

રાજકોટ: જામનગરનાં 'દિપક'નું બ્રેન ડેડ થતા પરિવારે 6 અંગોનું દાન કર્યું

રાજકોટ: જામનગરનાં 'દિપક'નું બ્રેન ડેડ થતા પરિવારે 6 અંગોનું દાન કર્યું

હરિન માત્રાવાડિયા, રાજકોટ: જામનગરનાં રહેવાસી દિપક ભાઇ ત્રિવેદીને અચાનક જ માથાનો દુખાવો થયો અને બાદમાં ઉલટી થઇ હતી. સ્થાનિક ડોક્ટર્સને બતાવતા તેમણે ક્રિટિકલ સમસ્યા હોવાનું નિદાન થયું અને તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. જે બાદ તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં ત્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. સ્વજનો આઘાતમાં હતાં પણ તેમને દિપક ભાઇને અલગ રીતે જીવંત રાખ્યા. તેમણે તેમનાં અંગ દાનનો નિર્ણય લીધો. અને તેમનાં છ અંગોનું દાન કરવામાં આવ્યું છે.

દિપકભાઇ આ દુનિયામાંથી કાયમને માટે વિદાય લે એ પછી પણ તેમના અંગો બીજા જરૂરીયાતમંદોના શરીરમાં ધબકતા રહે એવું સારું કાર્ય તેમના સ્વજનોએ કર્યું છે. દિપકભાઇના કિડની, લિવર, આંખ અને હૃદયનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો

 જામનગરનાં રહેવાસી દિપક ભાઇ ત્રિવેદીને અચાનક જ માથાનો દુખાવો થયો અને બાદમાં ઉલટી થઇ હતી. સ્થાનિક ડોક્ટર્સને બતાવતા તેમણે ક્રિટિકલ સમસ્યા હોવાનું નિદાન થયું અને તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. જે બાદ તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં ત્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. સ્વજનો આઘાતમાં હતાં પણ તેમને દિપક ભાઇને અલગ રીતે જીવંત રાખ્યા. તેમણે તેમનાં અંગ દાનનો નિર્ણય લીધો. અને તેમનાં છ અંગોનું દાન કરવામાં આવ્યું છે.


દિપકભાઇ આ દુનિયામાંથી કાયમને માટે વિદાય લે એ પછી પણ તેમના અંગો બીજા જરૂરીયાતમંદોના શરીરમાં ધબકતા રહે એવું સારું કાર્ય તેમના સ્વજનોએ કર્યું છે. દિપકભાઇના કિડની, લિવર, આંખ અને હૃદયનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો. અંગદાનની આ વિધી આજે સવારે ખાનગી હોસ્પિટલ માં અલગ અલગ તબિબો અને સ્ટાફની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.


દિપકભાઇ ત્રિવેદીને ગત રવિવારે અચાનક માથામાં દુઃખાવો ચાલુ થઇ જતાં તેમણે સામાન્ય કારણ હશે તેમ માની ઘરગથ્થુ દવા લીધી હતી. પણ બીજા દિવસે સવારે ઉલ્ટીઓ ચાલુ થઇ જતાં તબિયત એકાએક વધુ ખરાબ થઇ ગઇ હતી. સોમવારે જામનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવતાં ક્રિટીકલ પ્રોબ્લેમ હોવાનું નિદાન થતાં ત્યાંથી રાજકોટ અથવા અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપવામાં આવી હતી.


જે બાદ દિપકભાઇને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીં ડો. સંજય ટિલાળા અને સમગ્ર ટીમે દિપકભાઇને બચાવવા અથાક પ્રયાસો કર્યા હતાં. પરંતુ દિપકભાઇ બ્રેઇનડેડ થઇ ગયા હતાં.


આ સમયે દિપકભાઇનાં પિતા કિશોર ભાઇ ત્રિવેદી અને માતા જ્યોતિબેને દિપકભાઇનાં અને પોતાના નામ મુજબ જ દિપકભાઇના અંગો બીજા જરૂરીયાતમંદોને ઉપયોગી નિવડે અને તેમના જીવનની જ્યોત ઝળહળતી રહે તેવો નિર્ણય કરી દિપકભાઇના અંગો દાન કરવાનો નિર્ણય લીધો હતો. જ્યોતિબેનના આ નિર્ણયને તમામ પરિવારજનોએ યોગ્ય ઠેરવ્યો હતો અને સ્તુત્ય પગલુ ભર્યુ હતું.હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.સુરસિંહ બારડ જણાવ્યું હતું કે , જામનગરના દિપક ત્રિવેદી નામના દર્દીનું નાની ઉંમરે બ્રેનસ્ટ્રોકના કારણે બ્રેઇનડેડ જાહેર થતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારને અંગદાન અંગે જાગૃત કરતા પરિવારજનો એ 6 અંગોનું દાન કરવા નિર્ણય કરવામાં આવતા આજે ગ્રીનકૉરીડોર મદદથી હૃદયને બાય એર અમદાવાદ સિમ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવશે જયારે બે કિડની , લીવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવશે અને દર્દીની બંને આંખનું રાજકોટમાં દાન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ખાતેથી અગાઉ બે વખત કિડની ડોનેટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે જયારે હ્ર્દય અને લિવરનું પ્રથમ વખત ડોનેશન કરવામાં આવી રહ્યું છે.
Published by:Margi Pandya
First published:

Tags: Gujarat Samachar, Jamnagar Samachar, Organs donation, Rajkot Samachar

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन