Home /News /kutchh-saurastra /

રાજકોટઃ દુષ્કર્મનો ભોગ બનેલી તરુણીએ બાળકને જન્મ આપ્યો

રાજકોટઃ દુષ્કર્મનો ભોગ બનેલી તરુણીએ બાળકને જન્મ આપ્યો

પ્રતિકાત્મક તસવીર

મકાન માલિકના પુત્ર અને તેના ફઇના સગીર વયના પુત્રએ અવારનવાર કિશોરીને બળાત્કારનો શિકાર બનાવી હતી.

    રાજકોટ: અઠવાડિયા પહેલા એક સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મકાન માલિકના પુત્ર તેમજ મકાન માલિકના પુત્રના ફોઈના દીકરાએ ભાડુઆતની દીકરી પર અવાર નવાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધી હતો. આ કિશોરીએ મંગળવારે બાળકને જન્મ આપ્યો હતો. કિશોરી કુંવારી જ માતા બનતા તેના પરિવારજનો પર આભ ફાટ્યું છે. બીજી તરફ આરોપીઓ તરફ પણ ફિટકાર વરસી રહી છે.

    ધરપકડ બાદ આરોપીને પોલીસે જેલમાં ધકેલ્યો

    આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો તેમજ તેનો ફઈનો દીકરો સગીર વયનો હોવાથી તેની ધરપકડ કરીને તેને બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યો હતો. ત્રણ દિવસ પૂર્વે બે બે હેવાનનો શિકાર બનેલી તરુણીને પ્રસવ પીડા ઉપડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મંગળવારે કિશોરીએ બાળકીને જન્મ આપ્યો છે.

    આ પણ વાંચોઃ ભોપાલઃ દીકરી સાથે દુષ્કર્મ અને હત્યા કરનારા પિતાને ફાંસીની સજા

    બ્લેકમેલ કરી કરી હતી ફ્રેન્ડશીપ

    દુષ્કર્મનો ભોગ બનનાર તરુણ રેલનગરની ઘનશ્યામ રેસિડેન્સીમાં તેના માતા-પિતા અને દાદી સાથે રહે છે. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોવાથી મકાન માલિકનો પુત્ર અવાર-નવાર ઘરે આવતો હતો. આ દરમિયાન મકાન માલિકના પુત્ર નિલેશ વિરસોરિયાએ ભાડુઆતની પુત્રી સાથે ફ્રેન્ડશીપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ ઇન્કાર કરી દેતા નિલેશે પોતાના હાથ પર બ્લેક મારીને તેને બ્લેકમેલ કરી હતી.

    તરુણીએ ફ્રેન્ડશીપની હા પાડ્યા બાદ નિલેશ તેને બહાર મળવા માટે દબાણ કરતો હતો. જોકે, તરુણી બહાર મળવાનો ઇન્કાર કરતી રહી હતી. જોકે, આઠ મહિના પહેલા નિલેશ મરી જવાની ધમકી આપતા કિશોરી તેને મળવા પહોંચી હતી. આ સમયે નિલેશે એકલતાનો લાભ લઈને તરુણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ પણ તે અવારનવાર ધમકી આપીને તેણી પર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. આ દરમિયાન નિલેશની ફઈના સગીર દીકરાએ પણ કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

    આ પણ વાંચોઃ 3 અફેર બાદ 3 બાળકોનાં પિતા સાથે લગ્ન, હવે સામે આવ્યું નવું 'લફરુ'

    નિલેશ અને તેના ફઈના દીકરા તરફથી વારંવારે દુષ્કર્મ ગુજારવામાં આવતા તરુણીને ગર્ભ રહી ગયો હતો. આ અંગે તરુણીએ તેના માતાપિતાને વાત કરતા આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં નિલેશ અને તેના પિતરાઈની ધરપકડ કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Birth, Child, Pregnant, Teenager, ગુનો, પોલીસ`

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन