રાજકોટમાં 25 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, કામવાળીએ ત્રણ લોકો સાથે મળી ઘડ્યો હતો પ્લાન


Updated: May 29, 2020, 5:12 PM IST
રાજકોટમાં 25 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, કામવાળીએ ત્રણ લોકો સાથે મળી ઘડ્યો હતો પ્લાન
પોલીસે કબજે લીધેલો મુદ્દામાલ.

કામવાળીએ પોતાના પતિ અને બેંગલુરુ રહેતાં બીજા બે સગા નેપાળી શખ્સોને રાજકોટ બોલાવી તેની સાથે મળી ચોરીનો પ્લાન પાર પાડ્યો હતો.

  • Share this:
રાજકોટ : શહેરમાં મવડી ગામમાં અઢી મહિના પહેલા જમીન-મકાનના ધંધાર્થી ઘર માંથી રૂ. 25 લાખની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ તાલુકા પોલીસે (Rajkot Taluka Police) ઉકેલી નાંખી એક નેપાળી શખ્સને બેંગલુરુ (Bengaluru)થી પકડી લીધો છે. તેની પાસેથી 3,73,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ ચોરી આઠ મહિના સુધી ઘરકામ કરી વિશ્વાસ જીતી લેનારી નેપાળી કામવાળી (Nepali House)બાઇએ જ કરાવ્યાનું ખુલ્યું છે. કામવાળીએ પોતાના પતિ અને બેંગલુરુ રહેતાં બીજા બે સગા નેપાળી શખ્સોને રાજકોટ બોલાવી તેની સાથે મળી ચોરીનો પ્લાન પાર પાડ્યો હતો. ચોરી બાદ ચારેય અમદાવાદ ગયા હતાં અને ત્યાં ભાગ પાડી જુદા પડી ગયા હતાં.

તાલુકા પોલીસે આ ચોરીમાં મૂળ નેપાળના અચ્છમદેશ જીલ્લાના મંગલશેન તાલુકાના કુઇકા-1 વિનાયક ગામના અને હાલ બેંગ્લુરૂમાં કાર સાફસફાઇનું કામ કરતાં સૂર્ય પ્રસાદ નેપાળીને બેંગલુરૂથી પકડી લઇ  રૂ. 3,73,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહત્વનું છે કે 21/3ના મકાનમાલિક અને પરિવાર પરત આવ્યા ત્યારે ઘરમાં ચોરી થયાની ખબર પડી હતી. ઘરમાંથી રોકડા રૂ. 12 લાખ તથા સોના-ચાંદીના રૂ. 13,20,000ના દાગીના મળી કુલ રૂ. 25,20,000ની ચોરી થઇ હતી. જેથી તાલુકા પોલીસ મથકમાં જીતુભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી.આ પણ વાંચો : અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી કેદીની એક સેલ્ફી વાયરલ થતાં તપાસનો ધમધમાટ

પોલીસે મોબાઇલ કોલ ડિટેઇલ તપાસતાં નિરજાએ ચોરી થઇ એ પહેલા બેંગલુરુમાં કોઇ મોબાઇલ ધારક સાથે વાત કર્યાની વિગતો સામે આવતાં તાલુકા પોલીસે આ નંબર અંગે ત્યાંની પોલીસને જાણ કરી હતી. એ પછી તાલુકા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને બેંગલુરી પોલીસની મદદથી નિરજાએ જેની સાથે ફોનમાં વાત કરી હતી એ સૂર્ય પ્રસાદ નેપાળીને ઉઠાવી લીધો હતો.

સૂર્યાએ પ્રાથમિક પૂછતાછમાં પોતે કંઇ જાણતો ન હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ તેના રૂમમાંથી ચોરીનો મુદ્દામાલ મળતાં તે ઢીલો પડી ગયો હતો અને કબૂલાત આપી હતી. સૂર્યએ કહ્યું હતું કે નિરજા અને મહેશ તેના સગામાં થાય છે. નિરજાએ પોતે જ્યાં કામ કરે છે એ ઘરના માલિકો બહારગામ હોવાની અને ઘરમાં પૈસા અને સીનું હોવાની વાત કરતાં પોતે અને બીજો સાથી લક્ષ્મણ નેપાળી રાજકોટ આવી ગયા હતાં.

આ પણ વાંચો : સુરત : કોરોનાના હૉટસ્પોટ બનેલા કતારગામમાં ફૂટપાથ પરથી યુવકની લાશ મળી

વહેલી સવારે નિરજા પાસે રહેલી ચાવીઓથી તાળા ખોલીને ચોરી કરી ટેક્સી મારફત નીકળી ગયા હતાં. અમદાવાદ પહોંચી ચોરીના મુદ્દામાલનો ભાગ પાડ્યો હતો. એ પછી નિરજા અને મહેશ અલગ પડી ગયા હતાં અને પોતે તથા લક્ષમણ બીજી ટેકસી ભાડે કરી અમદાવાદથી બેંગ્લુરૂ પહોંચી ગયા હતાં. પોલીસ હવે નિરજા, મહેશ તથા લક્ષમણને શોધી રહી છે. આ ત્રણેય વતન નેપાળ જતાં રહ્યા કે પછી બીજે કયાંક છૂપાયા તે રહસ્ય છે.
First published: May 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading