રાજકોટ (Rajkot) શહેરમાં એક સપ્તાહમાં જ હત્યાનો (Murder) બીજો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હત્યાની બનેલ બીજી ઘટનામાં પણ આરોપી કોઈ અજાણી વ્યક્તિ નહીં પરંતુ પરિચિત તેમજ લોહીના (Blood) સંબંધ ધરાવનારી હોવાનું સામે આવ્યું છે. આમ, લોહીના સંબંધ ધરાવનારી વ્યક્તિ એ જ લોહી વહાવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રૈયા ગામ વિસ્તારમાં રહેતા ઇમરાન તાયાણી (Imran Tayani) નામના પુત્રએ માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકી પોતાના જ પિતા ફિરોઝભાઈ તાયાણીની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. શુક્રવારના રોજ પિતા (Father) સાથે જામનગર (Jamnagar) લગ્ન પ્રસંગ અર્થે જવા બાબતે પુત્રએ પિતા સાથે બોલાચાલી કરી હતી.
જે બોલાચાલી માં પુત્ર ઉશેરાઈ જતા પિતાને માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંક્યો હતો. જેના કારણે પિતા ફિરોઝભાઇ તાયાણીને (Firoz Tayani) ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર દોડી ગયેલા પોલીસ કાફલાએ જરૂરી નિવેદન નોંધી પંચનામા ની કાર્યવાહી પણ હાથ ધરી હતી. તો બીજી તરફ સારવાર દરમિયાન ફીરોઝભાઈ તાયાણી નું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
" isDesktop="true" id="1119703" >
ત્યારે સમગ્ર મામલે પિતાની હત્યા કરનાર પુત્રની યુનિવર્સીટી પોલીસ દ્વારા અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ પરિવારજનો પણ ઇમરાન વિરૂદ્ધ ફિટકાર વરસાવી રહ્યા હોવાના દ્ર્શ્યો પણ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જે પુત્રને લાડકોડ થી માતા પિતાએ ઉછેર્યો હોઈ, તેજ પુત્ર જ્યારે પિતાની હત્યા કરનારો બને ત્યારે સ્વભાવિક છે કે પરિવારજનો તે હત્યારા પુત્ર પર ફિટકાર વર્ષા
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે બે એક પૂર્વ પતિ દ્વારા પોતાની પૂર્વ પત્ની પૈસાની લેતીદેતી અંગે માથાકૂટ થતા હત્યા કરી દેવામાં આવી હતી. પત્ની જ્યારે પોતાના વર્તમાન પતિ સાથે જમી રહી હતી ત્યારે પૂર્વ પતિએ ઘરે પહોંચી પૂર્વ પત્ની ને દેશી કટ્ટા વડે ગોળી મારી તેની હત્યા નીપજાવી હતી.