Home /News /kutchh-saurastra /

Rajkot: શાળામાં ચેકનાં બદલે રોકડમાં ફી માંગી પરીક્ષા નહીં આપવા દેતા પુત્રએ પિતાને કહ્યું- હું કૂવામાં પડવા જાઉં છું !

Rajkot: શાળામાં ચેકનાં બદલે રોકડમાં ફી માંગી પરીક્ષા નહીં આપવા દેતા પુત્રએ પિતાને કહ્યું- હું કૂવામાં પડવા જાઉં છું !

વિદ્યાર્થીના પિતા:- અનુભાઈ ચાવડા

આ ઘટનામાં સરદાર સ્કૂલના (Sardar School) આચાર્ય (Principal) નિલેશભાઈએ ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી (Student) પાસે ફી ચેકમાં નહીં પણ રોકડમાં માંગી હતી. એટલું જ નહીં રોકડમાં ફી નહીં ભરતા પરીક્ષાનું પેપર (Exam paper) પણ આપવા દીધું નહોતું.

વધુ જુઓ ...
  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : એકતરફ સરકાર (Government) સાક્ષરતા (Literacy) સહિતના અનેક અભિયાન દ્વાર નિરક્ષરતા (Illiteracy) નાબૂદ કરવાના પ્રયાસો કરતી હોય છે. બીજીતરફ ખાનગી શાળાના સંચાલકો (Private school administrators) નજીવી ફી માટે કંઈપણ કરતા અચકાતા નથી. ત્યારે કુવાડવાના સાતડા ગામે (Satda village) આવી જ એક ઘટના (An event) સામે આવી છે.

  આ ઘટનામાં સરદાર સ્કૂલના (Sardar School) આચાર્ય (Principal) નિલેશભાઈએ ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી (Student) પાસે ફી ચેકમાં નહીં પણ રોકડમાં માંગી હતી. એટલું જ નહીં રોકડમાં ફી નહીં ભરતા પરીક્ષાનું પેપર (Exam paper) પણ આપવા દીધું નહોતું. જેથી આઘાતમાં સરી ગયેલા છાત્રએ પિતાને કોલ કરી કહ્યું હતું કે, 'પાપા હું કૂવામાં પડી આપઘાત કરવા જાઉં છું' (Papa I'm going to fall into the well and commit suicide) જોકે બાળકે જ્યાંથી ફોન કર્યો હતો તે દુકાનદારે સમજાવટ દ્વારા બાળકને બચાવી લીધો હતો. સમગ્ર મામલે આ બાળકનાં પિતા સહિત ગ્રામજનોએ પણ આચાર્ય સામે પગલાં લેવા કલેકટરને રજૂઆત કરતા શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશો અપાયા છે.

  14 વર્ષનો ધ્રુવ ચાવડા રૂ. 16 હજારનો ચેક લઈને સ્કૂલે પહોંચ્યો

  કુવાડવાનાં સાતડા ગામે રહેતો 14 વર્ષીય ધ્રુવ ચાવડા ગામમાં આવેલી સરદાર સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. શાળામાંથી ફી ભરવાનું કહેવામાં આવતા તેણે પિતાને વાત કરી હતી. પિતા અનુભાઈની પાસે રોકડા રૂપિયા નહીં હોવાને કારણે તેણે તારીખ 28 એપ્રિલનો રૂ.16 હજારનો ચેક પુત્ર ધ્રુવ સાથે તારીખ 22 એપ્રિલે મોકલ્યો હતો. બરાબર આ દિવસે ગણિતનું પેપર હોય પરીક્ષાનો સમય બપોરે 1 થી 4નો હતો.

  આ પણ વાંચો: કડવા પાટીદારો કરશે રજૂઆત, 'લગ્ન નોંધણી સમયે માતાપિતાની સહી ફરજિયાત કરો'

  મેનેજમેન્ટ વિભાગે ચેક સ્વીકારવાની ના પાડી પરીક્ષા આપવા દીધી નહીં

  જો કે ધ્રુવ જ્યારે શાળાએ પહોંચ્યો ત્યારે મેનેજમેન્ટ વિભાગના નિલેશભાઈએ ચેક સ્વીકારવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં ચેક પરત પાછો આપી રોકડ ભરવામાં ન આવે ત્યાં સુધી પરીક્ષા પણ નહીં આપવા આદેશ કરી ગણિતનું પેપર નહીં આપવા દેતા બાળકને લાગી આવ્યું હતું. જેને લઈને ધ્રુવે શાળાએથી નીકળી ગામનાં દુકાનદાર સુરેશભાઈ મેઘાણીના મોબાઈલમાંથી પિતાને કોલ કર્યો હતો.

  ધ્રુવે પિતાને કોલ કરી કહ્યું, હું કુવામાં પડી આપઘાત કરવા જાવ છું

  ધ્રુવે કહ્યું હતું કે, પપ્પા હું ધ્રુવ બોલું છું નિલેશ સાહેબે ફીનો ચેક સ્વીકાર્યો નથી અને રોકડી ફી માંગે છે. અને મને પરીક્ષાનું પેપર પણ આપવા દીધું નથી. હું કુવામાં પડી આપઘાત કરવા જાવ છું. જોકે પિતાએ તરત જ ફોન સુરેશભાઈને આપવાનું કહ્યું હતું. અને મોબાઈલ દ્વારા ધ્રુવને તેમની દુકાને જ બેસાડી રાખવા પિતાએ સુરેશભાઈને સૂચના પણ આપી હતી. અને ગણતરીની મિનિટોમાં ધ્રુવને ત્યાંથી ઘરે લઈ જતા જીવ બચ્યો હતો.

  આ પણ વાંચો: ગ્રીષ્મા હત્યા કેસમાં સરકારી વકીલ ગેરહાજર રહેતા સુનાવણી ટળી

  કલેક્ટરને રજૂઆત બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશો આપ્યા

  સમગ્ર મામલે અનુભાઈએ ગ્રામજનો સાથે મળીને આ સરદાર સ્કૂલના મેનેજમેન્ટ નિલેશભાઈ પટેલની સામે કાર્યવાહી કરવા કલેકટરને રજુઆત કરી હતી. તેમની રજુઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અને જિલ્લા શિક્ષણાધિકારી ડી. આર. સરડવાએ પણ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત તપાસના આદેશો આપ્યા છે. અને જણાવ્યું છે કે, કોઈપણ સ્કૂલ ચેકથી ફી સ્વીકાવાનો ઈન્કાર કરી શકે નહીં. તેમજ ફી માટે પરીક્ષા નહીં આપવા દેવી તે કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. સાથે જ આ મામલાની તપાસ એક સપ્તાહમાં પૂર્ણ કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની ખાતરી પણ તેમણે આપી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Rajkot city, Rajkot News, રાજકોટ, વિદ્યાર્થીઓ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन