રાજકોટઃ ગાયક કલાકાર સ્કૂલ બેગમાં કરતો હતો ગાંજાની હેરાફેરી, 16.254 કિલો ગાંજો ઝડપાયો


Updated: July 1, 2020, 11:36 PM IST
રાજકોટઃ ગાયક કલાકાર સ્કૂલ બેગમાં કરતો હતો ગાંજાની હેરાફેરી, 16.254 કિલો ગાંજો ઝડપાયો
આરોપીની તસવીર

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડીની વચ્ચેથી પસાર થઈ રહેલી કારમાં તપાસ હાથ ધરતા ગાંજાના મોટો જથ્થો ઝડપી પડાયો છે.

  • Share this:
રાજકોટ: અમદાવાદ હાઇવે પરથી માલિયાસણ ચોકડી વચ્ચેથી ગાંજાના 16.254 કિલોગ્રામના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો. રાજકોટ પોલીસની (Rajkot police) સતર્કતાને કારણે છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ જગ્યાઓ પર દારૂના જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે આજે રાજકોટ એસ.ઓ.જી દ્વારા મોટા પ્રમાણમાં માદક પદાર્થ ગાંજાનો (Marijuana) જથ્થો ઝડપી પાડયો છે. એસ.ઓ.જી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડીની વચ્ચેથી પસાર થઈ રહેલી કારમાં તપાસ હાથ ધરતા ગાંજાના મોટો જથ્થો ઝડપી પડાયો છે. રાજકોટ એસ.ઓ.જીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે એક સફેદ કલરની i20 કાર પસાર થવાની છે જેમાં ગાંજાનો જથ્થો રહેલો છે.

પોલીસ ટીમની તસવીર


જેના આધારે એસ.ઓ.જીની ટીમ દ્વારા હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું હતું. હાઇવે પરથી ચોક્કસ ગાડી પસાર થતાં ગાડીની તલાશી લેવામાં આવી હતી જેમાં ગાડીમાંથી પાછળની સીટમાં સ્કૂલબેગ જેવા બે કાળા કલરના થેલા હતા. થેલાની અંદરથી 3-3 બોક્ષ એટલે કે કુલ છ બોક્સ ભરીને ગાંજો લઈ જવામાં આવી રહ્યો હતો.

પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેનું નામ મનીષદાન બાદાણી કે જે ગાયક કલાકાર છે જેની પાસેથી પોલીસે છ બોક્સમાં ફુલ 16.254 કિલોનો ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને બોક્સ માંથી જે પદાર્થ મળી આવ્યો હતો.

ગાંજાની તસવીર
જેને એફ.એસ.એલ ના અધિકારીઓ દ્વારા પણ તપાસ કરી હતી અને ગાંજો હોવાની પણ પુષ્ટી કરી છે. હાલ તો એસ.ઓ.જી પોલીસે 97000ના ગાંજાના જથ્થા સાથે પાંચ લાખથી વધુનાં મુદામાલ કબ્જે કર્યો છે અને ગાયક કલાકાર મનીષદાન ની ધરપકડ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
First published: July 1, 2020, 11:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading