રાજકોટઃરેસ્ટોરન્ટ બંધ કરતા હતા ત્યારે રકઝક કરી હુમલો કરાયો,તોડફોડ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 18, 2017, 12:33 PM IST
રાજકોટઃરેસ્ટોરન્ટ બંધ કરતા હતા ત્યારે રકઝક કરી હુમલો કરાયો,તોડફોડ
રાજકોટમાં રેસ્ટોરન્ટના માલિક-મેનેજર પર હુમલાને મામલો પોલીસે ત્રણ હુમલાખોરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પુષ્કરધામ નજીક શ્રીરામ રેસ્ટોરન્ટમાં માલિક-મેનેજર પર હુમલો કરનાર ત્રણ જણાને યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.CCTV ફૂટેજના આધારે યોગેન્દ્રસિંહ જાડેજા, તુષાર ભટ્ટી, સંજય ચાવડાની ધરપકડ કરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 18, 2017, 12:33 PM IST
રાજકોટમાં રેસ્ટોરન્ટના માલિક-મેનેજર પર હુમલાને મામલો પોલીસે ત્રણ હુમલાખોરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પુષ્કરધામ નજીક શ્રીરામ રેસ્ટોરન્ટમાં માલિક-મેનેજર પર હુમલો કરનાર ત્રણ જણાને યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.CCTV ફૂટેજના આધારે યોગેન્દ્રસિંહ જાડેજા, તુષાર ભટ્ટી, સંજય ચાવડાની ધરપકડ કરી છે.

રાજકોટમાં દિવસે અને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વઘી રહ્યો છે. ત્યારે ફરી એક વાર આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે પુષ્કરધામ રોડ પર આવેલ શ્રીરામ રેસ્ટોરન્ટમાં ચાર અજાણ્યા શખ્સોએ પાઇપથી તોડફોડ કરી હતી. તો સાથો સાથ  રેસ્ટોરાના માલિકને ઢસડીને પાઇપથી માર મારવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારબાદ હોટલના માલિકે સીસીટીવી સાથે શહેરના યુનિવર્સિટી પોલિસમાં ફરીયાદ કરતા ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ  નોંધાઈ છે.

રેસ્ટોરન્ટના માલિક વિપુલભાઇએ જણાવ્યા હતુ કે હુ તથા મારો સ્ટાફ રાત્રીના પોણા અગીયાર વાગ્યા આસપાસ રેસ્ટોરન્ટ બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમયે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમણે મારી પાસે જમવાનુ માંગ્યુ હતુ જેની મે ના પાડતા પ્રથમ તેઓએ રકઝક કરી હતી. તેમજ ત્યારબાદ તેઓ ગાળા ગાળી કરવા લાગ્યા હતા. ત્યારબાદ તે બંને શખ્સો ચાલ્યા ગયા હતા. તેમજ ત્યારબાદ ચાર જેટલા શખ્સો આવ્યા હતા. તેમજ આવી તોડફોડ કરવા લાગ્યા હતા. તેમજ તે શખ્સોએ મને ઢસડીને ઢોર માર પણ માર્યો હતો. જે બાબતની મે યુનિવર્સિટી પોલિસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવી છે.
First published: April 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर