શાપર તોડફોડ ઘટનાઃ 'ફતેપુર કા લડકા ગુજરાત આયા હૈ' કહીને ટોળાને ઉશ્કેર્યું હતું, વીડિયો વાયરલ


Updated: May 18, 2020, 6:57 PM IST
શાપર તોડફોડ ઘટનાઃ 'ફતેપુર કા લડકા ગુજરાત આયા હૈ' કહીને ટોળાને ઉશ્કેર્યું હતું, વીડિયો વાયરલ
વાયરલ વીડિયોની તસવીર

તારીખ 17 મેના રોજ રાજકોટ નજીક શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા બિહાર, યુપી, ઝારખંડના શ્રમિકોમાં ટ્રેનનો સમય બદલાયો હોવાના મેસેજ વાયરસ થતા રસ્તા પર ઉતરી આવ્યા હતા.

  • Share this:
રાજકોટઃ તારીખ 17 મેના રોજ રાજકોટ (Rajkot) નજીક શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા બિહાર, યુપી, ઝારખંડના શ્રમિકોમાં ટ્રેનનો સમય બદલાયો હોવાના મેસેજ વાયરસ થતા રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં એક શખ્સ વીડિયો (video viral) ઉતારી ગુજરાતને અપશબ્દો કહી ટોળાને ઉશ્કેરતો હતો. ટોળાને ઉશ્કેરતા ટોળાએ રસ્તા પર પસાર થતા દરેક વાહનના કાચ ફોડી નાખ્યા હતા. આ શખ્સ બોલતો હતો કે મેં ફતેપુર સે આયા હું, ફતેપુર કા લકડા આયા હૈ ગુજરાત મેં. ગુજરાતવાલો કો ભી પતા ચલે કે મે ક્યાં હું. તેમ બોલીને દાદાગીરી દેખાડતો હતો. ગઇકાલે 30 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. તેના વીડિયો સામે આવ્યા છે. જો કે, આ બનાવમાં ત્રણ પોલીસ જવાન અને એક પત્રકારને ઇજા પહોંચી હતી. પોલીસે (police) આ શખ્સની ધરપકડ કરી લીધી છે.

શાપર-વેરાવળમાં કામ કરતા શ્રમીકોએ વતનમાં જવાની માંગણી કરવાની વ્યવસ્થા સાથે ફિલ્ડ માર્શલ સ્કુલના ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા એ દરમિયાન ફરજ પરના પોલીસે ટ્રેનને હજુ વાર હોય જેમના રજીસ્ટ્રેશન થયેલા છે તે સિવાયના મજૂરોને તેના જે તે એકમોમાં પરત જતા રહેવાનું કહેતા નર્બદ ધર્મપાલ વાણંદ નામના શખ્સે શ્રમીકોને ઉશ્કેરી વતનમાં પરત જવાની વ્યવસ્થા કરવાની માંગણી કરી શ્રમીકોના ટોળા સાથે રોડ ઉપર જતા વાહનોમાં તોડફોડ કરવાની શરૂઆત કરી હતી.

તોડફોડના પગલે જીલ્લાભરની પોલીસને શાપર-વેરાવળમાં ખડકી દેવાઇ હતી. એ દરમિયાન નર્બદ વાંણંદ તથા તેની સાથેના શખ્સોએ ફરજ પર રહેલ પોલીસ ફોર્સ પર પથ્થરોના જીવલેણ ઘા કરતા એસપી બલરામ મીણા તેમજ અન્ય 4 પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. તેમજ ઉશ્કેરાયેલ ટોળાએ ન્યુઝ ચેનલના પત્રકાર પર જીવલેણ હુમલો કરી કેમેરામાં તોડફોડ કરી લુંટી લીધો હતો. અડધી કલાક શ્રમીકોના દંગલ બાદ પોલીસે સ્થિતી પર કાબુ મેળવી લીધો હતો અને પત્રકારની હત્યાના પ્રયાસ તથા દંગલ કરનાર 29 શખ્સોની ગઇકાલે અટકાયત કરાઇ હતી. ત્યાર બાદ વધુ 17 શખ્સોની અટકાયત કરાઇ હતી.

લોકડાઉનમાં વેપારીઓની કફોળી હાલત. મનપાને વ્યવસાય વેરો માફ કરવા માંગણી કરાઈ
લોકડાઉનને કારણે સતત વેપાર-ધંધા બંધ રહેવાને કારણે વેપારીઓની આર્થિક સ્થિતિ કંગાળ બની છે ત્યારે મ્યુ.કોર્પોરેશને વ્યવસાય વેરા માફ કરવો જોઇએ તેવી રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓની રાજુવાતમાં જણાવ્યા મુજબ હાલના સમયમાં આખો દેશ એક સાથે કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા તા.ર૪/૩/ર૦ર૦થી આજ દિન સુધી લોકોને સતત લોકડાઉનની પરિસ્થિતિમાં રાખેલ હોય જેના કારણે રોજ કમાયને રોજ ખાનારા નાના વેપારીઓની પરિસ્થિતિ સતત બગડતી જતી હોય તેમજ હવે તો એવું લાગી રહ્યું હોય કે આવનારા દિવસોમાં જો લોકડાઉન ખુલશે તો પણ ખુલતાની સાથે અમારા ધંધા રોજગાર ધબકતા થવામાં હજુ ઘણો સમય વિતી જશે કારણ કે લોકોની ખરીદ શકિત પણ ઘટશે.

બજારમાં મોટા ભાગના વેપારીઓ કપડા, સુલન, કોમ્પ્યુટર, ફ્રિઝ, વોશીંગ મશીન જેવી ઇલેકટીક આઇટમો, આઇસ્ક્રિમ, ગીફટ શોપ, પાનના ગલ્લા વિગેરે ધંધાઓ સાથે જોડાયેલ હોય જે વેપારીઓના વેપારીમાં તેજી આવવામાં સમય વિતી જાય તેવું ફલીત થાય છે માટે આ કપરી પરિસ્થિતિમાં લોકોનો જ્યાં વ્યવસાય પડી ભાંગ્યો હોય જે પરિસ્થિતિને ધ્યાને લઇ આપ તરફથી વ્યવસાય વેરો માફ કરવામાં આવે તેવી વિનંતી. આપશ્રી છેલ્લા-બે ત્રણ વર્ષોમાં અવલોકન કરો તો આપશ્રીને અમારી વેદના કદાચ સમજાશે.ધંધા-રોજગારની હાલત દિવસ-દિવસે બગડતી જતી હતી પહેલા શહેરમાં મોલ આવતા શહેરના નાના વેપારીના ગલ્લા પર તેની અસર જોવા મળેલ વેપારી મહેનત કરી માંડ-માંડ તેમાંથી બહાર આવ્યા ત્યા ઓનલાઇનના સંકટમાં ઘેરાયા તેમાં પોતાના અસ્તિત્વને બચાવતા આગળ વધ્યા નોટબંધી તથા જીએસટી ના મારમાં પીસાણા અમારા વેપારીઓ છેલ્લા ઘણા સમયથી તેના વેપારી માટે અવનવા સંઘર્ષ કરી તેના વેપાર માટે જજુમી રહ્યા છે. ત્યાં હાલ આ કોરોનાની વૈશ્વીક મહામારીમાં લોકડાઉનના પુરાણા હજી આગળ જતા શું આવશે કોને ખબર પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ વ્યવસાય વેરો માફ કરી આપવા નમ્ર વિનંતી છે. આ રજૂઆત શહેરના જંકશન-ગાયકવાડી વેપારી મંડળની મ્યુ.કમિશનરને કરવામાં આવી હતી.

લોકડાઉન વચ્ચે રાજકોટની મહિલાઓનો પાણી ન મળતા અનોખો વિરોધ નોંધાવ્યો હતો
ઉનાળામાં દર વર્ષે સૌરાષ્ટ્રવાસીઓ પાણી માટે વલખા મારતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ પાણીનો પ્રશ્ન યથાવત છે. અમુક સોસાયટીઓમાં પાણી મળતુ ના હોવાથી ટેન્કર દ્વારા પૂરૂ પડાતું હોય છે. ત્યારે રાજકોટના વોર્ડ નંબર ૩ માં છેલ્લા ઘણા દિવસથી ખુબ ઓછુ પાણી મળતા સ્થાનીકોએ વિરોધ નોંધાવ્યો હતો. કોરોનાની મહામારી અને લોકડાઉનને ધ્યાને રાખીને મહિલાઓએ પોતાની ડેલી બહાર નીકળી અને સોશિયલ ડિસ્ટન્સ રાખી થાળી વગાડી વિરોધ કર્યો હતો.

વિરોધની તસવીર


મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, આ વિસ્તારમાં છેલ્લા ૨૦ દિવસથી પીવાલાયક પાણી મળતું નથી અને ખુબ ઓછુ પાણી મળે છે. આથી અમે તંત્રને જગાડવા માટે થાળી વગાડી વિરોધ કર્યો છે. જોકે વિરોધમાં કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા પણ જોડાયા હતા. વિસ્તારના લોકોએ સોશિયલ ડિસ્ટન્સ દ્વારા પાણી ઓછુ મળવાના મુદાનો વિરોધ નોંધાવ્યો હતો.
First published: May 18, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading