ખેડૂતોના પ્રોજેક્ટમાં રાજકોટની પસંદગી, પાકને થતાં નુકસાનને બચાવવાનો પ્રયોગ

News18 Gujarati
Updated: August 8, 2019, 2:10 PM IST
ખેડૂતોના પ્રોજેક્ટમાં રાજકોટની પસંદગી, પાકને થતાં નુકસાનને બચાવવાનો પ્રયોગ
પ્રતિકાત્મક તસવીર

આધુનિક યુગમા ખેડૂતો તમામ બાબતોથી માહિતગાર થાય તે માટે સરકાર દ્વારા વેઘર એડવાઇજરી ફોર ફામૅર ફીલ્ડ નામનો પ્રોજેક્ટ લોંચ કરવામા આવ્યો છે.

  • Share this:
હરીન માત્રાવાડિયા, રાજકોટઃ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્રારા અનેક યોજનાઓ અમલમાં મુકવામા આવી છે. આધુનિક યુગમા ખેડૂતો તમામ બાબતોથી માહિતગાર થાય તે માટે સરકાર દ્વારા વેઘર એડવાઇજરી ફોર ફામૅર ફીલ્ડ નામનો પ્રોજેક્ટ લોંચ કરવામા આવ્યો છે.

આ પ્રોજ્કટથી ખેડૂતોને તેમની જ માતૃભાષામા મેસેજ કરવામા આવશે. જેમાં ખેડૂતોને હવામાન વિશેની માહિતી મળશે. મેસેજમાં ખેડૂતોને વરસાદ, વાવાઝોડા સહિતની હવામાનને લગતી માહિતી મળશે જેથી ખેડૂતો પોતાના પાકને નુકસાનીમાંથી ઉગારી શકશે. આ પ્રોજેક્ટ માટે અમાગ્ર દેશમાંથી ફક્ત ત્રણ જિલ્લા જ પસંદ કરવામાં આવ્યા છે જેમાંથી રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આમ તો રાજકોટ અનેક સિદ્ધિઓ અને અલગ અલગ યોજનાઓ માટે જાણીતું થયું છે. ત્યારે ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ પ્રોજેક્ટ માટે રાજકોટની પસંદગી કરી છે. કેન્દ્રના વેઘર એડવાઇજરી ફોર ફામૅર ફીલ્ડ નામનો પ્રોજેક્ટપ્ર માટે રાજકોટ જિલ્લાને પસંદ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં પ્રાયોગીત ધોરણે મધ્યપ્રદેશના ભોપાલ, મહારાષ્ટ્રના નાંદેર અને ગુજરાતના રાજકોટની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-પોરબંદર જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતી

દેશના ત્રણ રાજયોના ત્રણ જીલ્લામા હાલ તો અધીકારીઓ દ્રારા ખેડૂતોના ખેતર પર જઈ ને ખેડૂતોના નામ, ફોન નંબર, ગામનુ નામ, ખેડૂતોના પાક સહિતની માહિતીઓ ઓનલાઈન એપ્લીકેશનમાં રજીસ્ટર કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના અધીકારીઓ અત્યાર સુઘીમા ૧૮૦ જેટલા ખેડૂતોનુ રજીસ્ટ્રેશન કરવામા આવ્યુ છે. ખેડૂતોને તેમની જ ભાષામા મેસેજ મળશે તો તેમને ફાયદો થશે અને ખેડૂતો હવામાનની જાણકારી મેળવી શકશે.

આ પણ વાંચોઃ-બોટાદઃ કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ, નબળા રોડને તોડી ફરી બનાવવા સૂચનાઆજે તમામ ક્ષેત્રના લોકો આઘુનીક યગુ સાથે તાલ મીલાવી રહ્યા છે ત્યારે જગતનો તાત પણ તેમાંથી બાકાત ન રહે તે માટે રાજય અને કેન્દ્ર સરકાર અલગ અલગ પ્રયાસો કરી રહી છે. ભારે વરસાદ, ગરમી અને પવનની અસર ખેડૂતો પાક પર થતી હોય છે. આવી કુદરતી આપતિઓ સાથે અગાઉથી જ આયોજન કરવા માટે આ મેસેજ ખેડૂતોને લાભદાયી નીવડશે.

જયારે ખેડૂતોને પાક તૈયાર થઇ ગયો હોય ત્યારે પણ વાતાવરણની ખેડૂતોને પાકને રક્ષણ મળી રહે છે. મોટા ભાગે કુદરતી આપતિઓના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમા નુકશાન થતુ હોય છે. પાકને નુકસાન ન થાય તે માટે આ પ્રોજેક્ટ મુકવામા આવ્યો છે.

આજે દેશના તમામ ક્ષેત્રમા આઘુનીક ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામા આવી રહ્યો છે ત્યારે જે ક્ષેત્રમા સૌથી વઘુ આપણા દેશના લોકો જોડાયેલા છે તેવા ખેતીક્ષેત્રમા ખેડૂતો મહતંમ ટેકનોલોજીનો ઉપયોગ કરે તે માટે સરકારના પ્રયાસો હમેશા રહે છે.
First published: August 8, 2019, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading