Home /News /kutchh-saurastra /

રાજકોટ: માથામાં તેલ ન નાંખીને આવ્યા વિદ્યાર્થીઓ, શિક્ષકે પાઠ ભણાવવાં આ શું કરી નાખ્યું !

રાજકોટ: માથામાં તેલ ન નાંખીને આવ્યા વિદ્યાર્થીઓ, શિક્ષકે પાઠ ભણાવવાં આ શું કરી નાખ્યું !

રાજકોટ: એક સ્કૂલમાં શિક્ષકે 5 વિદ્યાર્થીઓના વાળ કાપી નાખ્યાં હોવાની ઘટના સામે આવી છે. કારણ માત્ર એટલું જ હતું કે વિદ્યાર્થીઓ માથામાં તેલ નાખીને આવ્યા ન હતા. આ સમગ્ર રાજકોટના રૈયારોડ પર આવેલી ન્યુ એરા સ્કૂલની છે.

વિદ્યાર્થીઓ માથામાં તેલ નાખીને ન આવતા શિક્ષકે ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરતાં 5 વિદ્યાર્થીઓના વાળ કાપી નાખ્યાં. આટલેથી જ શિક્ષક ન અટક્યા પરંતુ તેને ક્લાસમાં જે વિદ્યાર્થીઓ માથામાં તેલ નાંખીને ન આવ્યા હોય તેને એક-બીજા પાસે માર ખવડાવ્યો. પહેલા એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને પીઠમાં 2-3 વખત મારે છે અને ત્યાર બાદ એ જ વિદ્યાર્થી પહેલા વિદ્યાર્થીની પીઠ પાછળ મારે છે. આમ શિક્ષણજગતને લાંછન લગાવતો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જો કે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેથી સમગ્ર ઘટના બહાર આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ શિક્ષક વિરૂદ્ધ તંત્ર દ્વારા  ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે.
First published:

આગામી સમાચાર