Home /News /kutchh-saurastra /

ગોંડલ ડમીકાંડ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BJP નેતા ઢોલરિયાને બચાવી લેવાનો તખ્તો તૈયાર

ગોંડલ ડમીકાંડ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BJP નેતા ઢોલરિયાને બચાવી લેવાનો તખ્તો તૈયાર

અલ્પેશ ઢોલરિયા (ફાઇલ તસવીર)

ગોંડલ ભાજપના નેતા ઢોલરિયાને ડમીકાંડમાંથી બચાવી લેવા માટે યુનિવર્સિટીએ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા

રાજકોટ : ગોંડલ એનએસયુઆઇ (National Students Union of india) દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) કુલપતિને (vice chancellor) લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગોંડલ (gondal) ભાજપના (BJP Leader) આગેવાન અલ્પેશ ઢોલરીયા (Alpesh Dholariya) દ્વારા પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવામાં આવ્યો છે.

આ આક્ષેપ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એમ.બી આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજના સત્તાધીશોને CCTV તેમજ અન્ય સાહિત્ય યુનિવર્સિટીમાં જમાં કરાવવાનું જણાવવામાં આવ્યું હતું. આ મામલે એમબી આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ ના સત્તાધીશો દ્વારા CCTV ફૂટેજ સહિત અન્ય સાહિત્ય જમા કરાવવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા CCTV ફૂટેજ ચેક કરતા કોપી કેસ નો બનાવ બન્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. જેથી સિન્ડિકેટની બેઠકમાં એમ બી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ નું પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવ્યું હતું તો સાથે જ એક લાખનો દંડ પણ કૉલેજને ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : તીડનો તરખાટ : દાંતીવાડાના ભાખરમાં તીડના ઝૂંડ પર ડ્રોનથી દવા છંટકાવનો પ્રયોગ

ઢોલરિયાની સહીઓ મિસ મેચ થઈ હતી

આ મામલે યુનિવર્સિટી દ્વારા અલ્પેશ ઢોલરિયાના એડમિશન ફોર્મ વખતેની સહી તેમજ પરીક્ષા ફોર્મ ભરતી વખતેની સહી  સાથો સાથ ઉત્તરવહી ની સહી તપાસવામાં આવી હતી. જે પૈકી એડમિશન ફોર્મ અને પરીક્ષા ફોર્મ બંનેની સહી સમાન હોવાની નીકળી હતી પરંતુ જે સહી ઉત્તરવહીમાં કરવામાં આવી હતી તે મિસ મેચ થતી જોવા મળી હતી અને સમગ્ર કૌભાંડ બહાર પડ્યું હતું

આ પણ વાંચો : સુરત : પૂર્વ પોલીસ કમિશનર સતીષ શર્મા સાથે ઠગાઈ, OTP વગર ખાતામાંથી પૈસા ઉપડી ગયા!

યુનિવર્સિટી દ્વારા ભીનું સંકેલી લેવાનો પ્રયાસ

આ  ડમીકાંડને 20 દિવસથી પણ વધુનો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ પણ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી. ગોંડલ પોલીસ કહી રહી છે કે પૂરતા પુરાવા સાથે કૉલેજ અમને લેખિતમાં ફરિયાદ કરે તો અમેં ફરિયાદ નોંધવા તૈયાર છીએ. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યા છે કે તેમની પાસે પૂરતા પુરાવા ન હોવાના કારણે તેઓ ફરિયાદ નથી કરી રહ્યાં. આ તમામ બાબતોની વચ્ચે ડમી કાંડ મામલે ભીનુ સંકેલી લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આરોપનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મામલે આગામી 28મી તારીખના રોજ પરીક્ષા શિસ્ત સમિતિની એક બેઠક મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોનું માનીએ તો ૨૮ મીએ મળનારી બેઠકમાં પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી ઉત્તરવહી મૂકી જતા રહ્યાનું જણાવી ડમીકાંડને દબાવી ગેરહાજર પરિક્ષાર્થી દર્શાવી હળવી સજા કરવામાં આવશે.
First published:

Tags: Saurashtra University

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन