રાજકોટઃ આરોગ્ય વિભાગ દ્વારા સરલ ફૂડ પ્રોડક્ટ્સના લેવામાં આવેલા ખાદ્ય કોકોનેટ ઓઈલના ત્રણ નમૂના ફેલ થયા છે. આને લઈ આરોગ્ય વિભાગે 5265 કિલો કોકોનેટ ઓઈલનો જથ્થો સીઝ કર્યો છે, જેની બજાર કિંમત રૂ.8 લાખથી વધુની થાય છે.
મળતી વધુ વિગત મુજબ, રાજકોટમાં 10 ફેબ્રુઆરીના રોજ આરોગ્ય વિભાગ દ્વારા સરલ ફૂડ પ્રોડક્ટ્સ પર તપાસ હાથ ધરાઈ હતી, જેમા કોકોનેટ ઓઈલના 3 નમૂના લેવામાં આવ્યા હતા. સરલ ફૂડ પ્રોડક્ટ્સના ત્રણેય નમૂનાઓ ફેલ ગયા છે, આથી આરોગ્ય વિભાગે સરલ ફૂડ પ્રોડક્ટ્સનો 5365 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો છે, જેની બજાર કિંમત રૂ.8 લાખથી વધુ થવા જાય છે. આરોગ્ય વિભાગે નોટિસ આપી આગળની કાર્યવાહી કરી રહી છે.