રાજકોટ : શહેરનાં રાજપરિવારની દાયકાઓ જૂની વિન્ટેજ કાર પેકકાર્ડ ક્લિપરને આંતરરાષ્ટ્રીય વિન્ટેજ કાર રેલીમાં બેસ્ટ ઇન ક્લાસ શ્રેણીમાં ઇનામ મળ્યું છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી પોસ્ટ વોર અમેરિકન શ્રેણીમાં 21 ગન સેલ્યૂટ ઇન્ટરનેશનલ કાર રેલી એન્ડ કોનકોર્સ ડી એલિગંસમાં આ કાર પસંદગી પામી છે. દિલ્હીનાં કર્મા લેક પાસે આ વિન્ટેજ કાર રેલી તા.16મી ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી.
ઠાકોર સાહબ માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું કે, 1947માં બનેલી રાજકોટની પેકકાર્ડ ક્લિપર આઠ સિલિન્ડર, છ વોટની અને સાત વ્યક્તિ બેસી શકે એટલી ક્ષમતાની વિન્ટેજ કાર છે. રાજકોટનાં છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાણીસાહબે એટલે કે મણધાતસિંહજીનાં દાદીમા નરેન્દ્રકુમારીબા સાહબે માટે ખાસ આ કાર તૈયાર કરાવી હતી. રાજપિરવારનાં કોઇ સદસ્યનાં લગ્ન સમારંભ કે અન્ય પારીવારીક, સંસ્કૃતિક પ્રોસેશન વખતે આ કારનો ઉપયોગ થતો હતો. ઉપરાતં રાણી સાહેબ નરેન્દ્રકુમારીબા સાહબનો રાજકોટ બહારનો પ્રવાસ હોય તોએમાં પણ આ કાર લઇ જતાં હતા.
ઠાકોર સાહબે માંધાતાસિંહજી, રાણી સાહબે કાદમ્બરીદેવી તથા રાજકુમારી મૃદુલાકુમારીબા પણ આ અવસરે દિલ્લીમાં ઉપસ્થિત રહ્યા હતા.દિલ્લીની કાર રેલીમાં આ કાર ને ઇનામ મળતાં આ મોટરકારનું ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મૂલ્યાંકન થયું છે. આયોજકો અને સ્પર્ધકોએ એવી નોંધ લીધી હતી કે જેમણે આ કાર નું નિર્માણ કરાવ્યું હોઈ એ જ પિરવારનાં વારસદારો પાસે આ કાર જળવાઈ હોય એ અગત્યનું છે. આ વિન્ટેજકારની જાળવણી માટે જરૂરી ટેકિનકલ બાબતોની કાળજી રાજકોટનાં જ ખરસાણી મોટર્સમાં લેવામાં આવી છે. રાજકોટનાં જ ગેરેજમાં આવી જૂની કારની મિકેનિકલ કાયર્વાહી થઈ એ પણ નોંધપાત્ર છે.
આ પણ જુઓ :
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર