પ્રદ્યુમન પાર્ક ઝુ ની 'ઋત્વી' નામની સિંહણને ઝેરી સાપે દંશ દેતા આ સિંહણની ગંભીર હાલતમાં સારવાર શરૂ કરાઇ છે અને પીંજરામાં ઘુસેલા સાંપને શોધવા 'ઝૂ'નાં કર્મચારીઓએ મથામણ શરૂ કરી હતી.
રાજકોટ: શહેરમાં આવેલા મનપા (RMC) સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં (Pradyumna Park Zoo) સિંહણને (Lioness) કોબ્રા સાપે (cobra) દંશ માર્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રદ્યુમન પાર્ક ઝુ ની 'ઋત્વી' નામની સિંહણને ઝેરી સાપે દંશ દેતા આ સિંહણની ગંભીર હાલતમાં સારવાર શરૂ કરાઇ છે અને પીંજરામાં ઘુસેલા સાંપને શોધવા 'ઝૂ'નાં કર્મચારીઓએ મથામણ શરૂ કરી હતી.
આ અંગે અધિકારીઓ દ્વારા જાણવા મળતા મુજબ 'પ્રદ્યુમન પાર્ક ઝૂ' માં આવેલ સિંહનાં પીંજરામાં ગઇ રાતે કોબ્રા ઝેરી સાંપ ઘુસી ગયો હતો અને આ સાંપે સિંહણ ઋત્વીને દંશ દેતા સિંહણની તબીયત લથડી હતી. આથી તુરત જ આ સિંહણને નિષ્ણાંત વેટરનરી ડોકટર દ્વારા સારવાર શરૂ કરાઇ છે.
પરંતુ સિંહણની હાલત ગંભીર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે.દરમિયાન પીંજરામાં સિંહણને દંશ દઇને સાંપ કયાં છૂપાયો છે તેની શોધ ખોળ ઝૂ વિભાગનાં કર્મચારીઓએ શરૂ કરી હતી. જોકે સમગ્ર મામલાની જાણ અધિકારીઓને થતાંની સાથે જ ઝૂના અધિક્ષક ડો. આર.કે. હિરપરા અને ડો. ઝાકાસણીયા તુરંત પ્રદ્યુમન પાર્ક પહોંચ્યા હતા.
સિંહણને પાંજરામાંથી બહાર કાઢી તેની સારવાર શરૂ કરાવી હતી. આ ઘટનાની જાણ થતા કમિશનર ઉદિત અગ્રવાલ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સારવાર સહિતની કામગીરી ચકાસી હતી. બપોરે આ સિંહણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ કોબ્રાનું ઝેર કાઢવા માટે સિંહણને ‘એન્ટીસ્નેક વેનમ’ ની સારવાર આપવામાં આવી રહી છે. આ ઇન્જેકશન મારફત તેના શરીરમાંથી વધુમાં વધુ ઝેર કાઢવા પ્રયાસો ચાલી રહ્યાં છે.
" isDesktop="true" id="1095416" >
મહત્વનું છે કે વર્ષો અગાઉ જયારે આજી ડેમ ખાતે 'ઝૂ' હતું ત્યારે પણ સિંહનાં પીંજરામાં ઝેરી કોંબ્રા સાપ ઘુસી ગયેલ હતો પરંતુ તે વખતે પીંજરા નાના હોવાથી સાંપ નજરે ચડી જતાં તત્કાલીન ઝૂ સુપ્રિન્ટેન્ટનાં માર્ગદર્શન હેઠળ કોંબ્રા નાગને ઝડપી લેવાતા સિંહનાં જીવ બચી ગયેલ.