રાજકોટ: Remdesivir ઇન્જેકશનના કાળાબજાર મામલે મોટો ખુલાસો

રાજકોટ: Remdesivir ઇન્જેકશનના કાળાબજાર મામલે મોટો ખુલાસો
અંકિત રાઠોડ, હિંમત ચાવડા, જગદીશ શેઠ, વિશાલ ગોહેલ, દેવ્યાની ચાવડા

ક્રાઇમ બ્રાંચની વિશેષ પૂછપરછમાં હિંમતે કબૂલ્યું છે કે તેણે અગાઉ પણ ત્રણ ઇન્જેકશન બારોબાર મેડિકલ સ્ટોરના કર્મચારી જગદીશને વેંચ્યા હતાં.

  • Share this:
રાજકોટ: કોરોનાની સારવાર માટે ઉપયોગી રેમડેસિવિર ઇન્જેકશન ( Remdesivir Injection Black Market Rajkot)ની કાળાબજારીનું કૌભાંડ રાજકોટમાંથી સામે આવ્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાંચે એક યુવતી સહિત પાંચની ધરપકડ કરી વિશેષ પૂછપરછ કરતાં બે ઇન્જેકશન સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)ના નર્સિંગ સ્ટાફ હિંમત ચાવડાએ આપ્યાનું બહાર આવ્યું હતું. વિશેષ પૂછપરછમાં હિંમતે કબૂલ્યું છે કે તેણે અગાઉ પણ ત્રણ ઇન્જેકશન બારોબાર મેડિકલ સ્ટોરના કર્મચારી જગદીશને વેંચ્યા હતાં.

જગદીશે આ ઇન્જેકશન જેને વેંચ્યા હતાં એ બે શખ્સોના નામ સામે આવતાં તેને સકંજામાં લેવા તજવીજ થઇ રહી છે. હિંમત ચતુરાઇ વાપરી વોર્ડમાં કોઇ દર્દીને જેટલા ઇન્જેકશન આપવાના હોય તેના કરતા વધારે ઇન્જેક્શન ખોટું બોલી વોર્ડના એડમિન પાસેથી મેળવી લેતો હતો. જે બાદમાં દર્દીને જરૂરિયાત મુજબના ઇન્જેકશન આપી વધારાના ઇન્જેક્શન પોતે રાખી લેતો હતો.આ પણ વાંચો: સુરત: કોરોનાને હરાવીને ઘરે આવેલા કોર્પોરેટરના સ્વાગતમાં લોકોનો જમાવડો, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં

જગદીશે પ્રથમ બે ઇન્જેકશન પોતાના મિત્ર દિલીપ કરથીયાને રૂપિયા 9,000માં તથા બીજુ પોતાના મિત્ર રવિ બકરાણીયાને 5,200 રૂપિયામાં અને છેલ્લે બે ઇન્જેકશન સાથે જ મેડિકલ સ્ટોરમાં બેસતાં અંકિતને આપ્યા હતાં. અંકિતે આ ઇન્જેકશન દેવ્યાનીને આપ્યા હતાં. દેવ્યાની ઇન્જેક્શન વેચે એ પહેલા ક્રાઇમ બ્રાંચે દબોચી લીધી હતી.

આ પણ વાંચો: રાજ્યમાં પેટા ચૂંટણીની જાહેરાત: તમામ બેઠક જીતવાનો ભાજપ-કૉંગ્રેસનો દાવો, જાણો કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી

હિંમત સિવિલ કોવિડના દર્દીઓને ઇન્જેકશન આપવાને બદલે બારોબાર વેચી નાખતો હોવાની શંકા ઉપજતાં તે અંગે પૂછપરછ થતાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, દર્દીને તો ઇન્જેકશન આપતો જ હતો પણ એ સિવાયના વધારાના મેળવીને પોતે રાખી લેતો હતો. જે બાદમાં તેને બહાર વેચી નાખતો હતો."

આ પણ વાંચો: વલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યવસ્ત

હાલ આ મામેલે પોલીસે આઇપીસી 420, 114, આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3, 7, 11, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53, ડ્રગ એન્ડ કોસ્મેટિક અધિનિયમની કલમ 27 મુજબ  નોંધાયેલા ગુનામાં પાંચેયની ધરપકડ બાદ હવે તમામને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

પોલીસે છટકું ગોઠવીને દેવ્યાનીની ધરપકડ કરી લીધી હતી

રાજકોટમાં ઇન્જેક્શનના કાળા બજાર અંગે પોલીસે મળેલી માહિતીને આધારે છટકું ગોઠવ્યું હતું. જેમાં દેવયાનીબેન જેઓ રેમડેસિવિર remdesiver)ની વ્યવસ્થા કરી આપતી હોવાનું અને તેના બદલામાં ઇન્જેક્શનની મૂળકિંમતથી ખૂબ જ વધારે કિંમત મેળવતી હોવાની માહિતી આપવામાં આવી હતી. જેના અનુસંધાને દેવયાનીબેન 26 સપ્ટેમ્બરના રાતના સમયે બે નંગ રેમડેસિવિર ઇન્જેક્શન ગોંડલ રોડ શાંતિકુંજ હૉસ્પિટલ નજીક આપવા આવવાની હતી. પોલીસે પહેલેથી જ આ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી છટકું ગોઠવ્યું હતું.

આ દરમિયાન દેવયાની ચાવડા કે જે શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરે છે, તેની સાથે તેનો ફિયાન્સ વિશાલ ગોહેલ ઇન્જેક્શન આપવા આવ્યો હતો. પોલીસે બંનેની અટકાયત કરી ઇન્જેક્શન વિશે પૂછપરછ કરતા તેમની પાસેથી કોઈપણ બિલ કે આધાર પુરાવા મળ્યા નહોતા. જે બાદમાં ઇન્જેક્શન કૌભાંડનો ખુલાસો થયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:September 29, 2020, 16:56 pm