Home /News /kutchh-saurastra /

Lockdown: રંગપરમાં પોલીસ પર પાઈપોથી ખૂની હુમલો કરનારા 6 લોકોને દબોચ્યા, પોલીસ કર્મી ઘાયલ

Lockdown: રંગપરમાં પોલીસ પર પાઈપોથી ખૂની હુમલો કરનારા 6 લોકોને દબોચ્યા, પોલીસ કર્મી ઘાયલ

પોલીસકર્મી ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસડવામાં આવ્યા

પોલીસે હુમલો કરનાર ૬ શખ્સોને ગણત્રીના કલાકોમાં જ દબોચી લઇ આકરી સરભરા કરી હતી જ્યારે અન્યોની શોધખોળ હાથ ધરાઇ છે.

રાજકોટ(Rajkot)ના પડધરીના રંગપર ગામે ગઈકાલે રાતે લોકડાઉન(Lockdown)નો અમલ કરાવવા ગયેલા પડધરીના પોલીસ સ્ટાફ ઉપર ટોળાએ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલામાં પોલીસ કર્મચારીને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસડવામાં આવ્યા હતા. પોલીસે હુમલો કરનાર ૬ શખ્સોને ગણત્રીના કલાકોમાં જ દબોચી લઇ આકરી સરભરા કરી હતી જ્યારે અન્યોની શોધખોળ હાથ ધરાઇ છે.

મળતી વિગતો મુજબ પડધરી પોલીસ(Police) મથકમાં ફરજ બજાવતા એએસઆઈ વકારભાઈ અરબ, કોન્સ્ટેબલ વિમલભાઈ રમેશભાઈ વેકરીયા અને ડ્રાઈવર પોલીસવાન લઈ રાજકોટ પડધરી વચ્ચે આવેલા રંગપર ગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયા હતા. ત્યારે રંગપર ગામે કારણ વગર બાઈક સાથે ચારથી પાંચ શખ્સો ટોળુ વળીને ઉભા હતા. પોલીસે ગાડીમાંથી નીચે ઉતરી તમામને ઠપકો આપી બાઈક ડિટેઈન કરવાની કાર્યવાહી કરી હતી.

પોલીસ બાઈક ડિટેઈન કરે તે પહેલા જ હાજર રહેલા શખ્સોએ પોલીસ સાથે ઝઘડો કરતા અન્ય શખ્સો પણ ત્યાં આવી ચડયા હતા. પંદરેક લોકોનું ટોળુ એકઠુ થઈ તમામે પોલીસ સાથે ઝઘડો કરી એએસઆઈ વકારભાઈ અરબ સાથે રકઝક કરી કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયા ઉપર પાઈપ વડે ખૂની હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ(Hospital)માં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે પડધરીના એએસઆઇ વકારભાઇ આરબની ફરીયાદ પરથી પડધરી પોલીસે પોલીસ કર્મચારી ઉપર ખૂની હુમલો કરનાર બીજલ રાતડીયા, બીજલના પત્ની, ભૂરા દેવાભાઇ ધ્રાંગીયા, દલપત રાતડીયા, હકુભાઇ ધ્રાંગીયા, રણજીત ચાવડીયા, વશરામ ધ્રાંગીયા, પુંજા રાતડીયા, સકા રાતડીયા, વેરશી રાતડીયા, અરજણ રાતડીયા કારચાલક તથા ત્રણ અજાણી મહિલા સામે આઇપીસી ૩૦૭, ૩૩૨, ૨૬૯, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૧૮૬, ૧૮૮ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો છે.

આ પણ વાંચો - હદ પાર કરી રહ્યા તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ, સારવાર કરી રહેલા ડોક્ટરો પર થુંકી રહ્યા

દરમિયાન પોલીસ પર ખૂની હુમલો થયાની જાણ થતાં રૂરલ એસપી બલરામ મીણાની સૂચનાથી ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા તથા રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા સહિતનો કાફલો પડધરી દોડી ગયો હતો અને ખૂની હુમલામાં સંડોવાયેલ આરોપી બીજલની પત્ની, દલપત રાતડીયા, વશરામ ધ્રાંગીયા, પુંજા રાતડીયા, સકા રાતડીયા તથા વેરશી રાતડીયા ઝડપી લઇ આકરી સરભરા કરી હતી તેમજ ખૂની હુમલામાં સંડોવાયેલ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.
Published by:kiran mehta
First published:

Tags: Corona effect, Corona in Gujarat, Corona lock down, Police attack

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन