Home /News /kutchh-saurastra /

રાજકોટ : બંદૂકની અણીએ મહિલા પર ગેંગરેપ, રામોદ ગામનાં સરપંચનાં પુત્ર અને બે મિત્રો સામે ફરિયાદ

રાજકોટ : બંદૂકની અણીએ મહિલા પર ગેંગરેપ, રામોદ ગામનાં સરપંચનાં પુત્ર અને બે મિત્રો સામે ફરિયાદ

સરપંચનાં પુત્ર અમિત પડાળીયાની ફાઇલ તસવીર

કોટડાસાંણી પોલીસે હાલ આ ત્રણેવ સામે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ કરીને ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ : કોટડાસાંગણીનાં રામોદ ગામમાં એક મહિલા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. જમાં રામોદ ગામનાં સરપંચનાં પુત્ર અમિત પડાળીયા અને તેના મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. મહિલાએ ફરીયાદમાં નોંધાવ્યું છે કે, તેને આ ત્રણેવ જણ ઘરેથી બંદૂકની અણીએ લઇ ગયા હતાં અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. કોટડાસાંણી પોલીસે હાલ આ ત્રણેવ સામે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ કરીને ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઘરેથી કારમાં અપહરણ કરાયું

આ ત્રણેવ આરોપીઓ પહેલા મહિલાનાં ઘરે ગયા હતા. તે સમયે મહિલા ઘરે એકલી જ હતી અને તેનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ અવાવરૂં જગ્યા પર લઇ જઇને તેની પર બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મહિલાને આ લોકો ઘરે પણ મુકી ગયા હતાં. તેમણે આ મહિલાને ધમકી આપી હકી કે, જો આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ. જે બાદ યુવતીની તબિયત લથડતા તેને ગોંડલ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ આ મહિલા હૉસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

આ પણ વાંચો : પોરબંદરમાં જાપાનીઝ યુગલ હિંદુ રિવાજો પ્રમાણે લગ્ન કરશે, ગણેશ સ્થાપના-પીઠીની વિધિ પણ થશે

ત્રણેવ સામે ગુનો નોંધવામાં આવ્યો

કોટડાસાંગણી પોલીસે આ ત્રણેવ આરોપી સામે આઈપીસી કલમ 363, 376 (ડી), 376 (2) (N), 504, 506 (2), 114 તથા જીપી એક્ટ કલમ 37(1), 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) W, 3 (2) તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1) બી.એ. મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહિલાની મેડિકલ તપાસ 

આ અંગે પોલીસનાં જણાવ્યાં પ્રમાણે, 'આ અંગે ગઇકાલે એટલે બુધવારે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ તેની પૂછપરછ કરીને આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ પીડિતાની પૂછપરછ કરવામાં આવી છે. આ ત્રણેવ આરોપીઓને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવશે.'

આ વીડિયો પણ જુઓ:
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gang rape, ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन