CA પરિણામ : રાજકોટના રૈવત શાહે સૌરાષ્ટ્રમાં પ્રથમ, ઑલ ઇન્ડિયા સ્તરે 23મો રૅન્ક મેળવ્યો


Updated: January 22, 2020, 2:13 PM IST
CA પરિણામ : રાજકોટના રૈવત શાહે સૌરાષ્ટ્રમાં પ્રથમ, ઑલ ઇન્ડિયા સ્તરે 23મો રૅન્ક મેળવ્યો
રૈવત શાહ

રૈવત શાહે જણાવ્યુ હતુ કે, છેલ્લા 4 મહિનાથી 8 થી 10 કલાક મહેનત કરતો હતો. તેમજ છેલ્લા બે મહિથી 12 થી 14 કલાક વાંચન કરતો હતો.

  • Share this:
રાજકોટ : તમામ લોકો જાણે છે કે ચાર્ટર્ડ એકાઉન્ટ ફાઈનલની પરીક્ષાનું પરિણામ ખૂબ આછું આવતું હોય છે. જેમાં કેટલાંક વિદ્યાર્થીઓ પ્રથમ પ્રયાસે જ પાસ થઈ જતા હોઈ છે. તો કેટલાંક વિદ્યાર્થીઓ 10 વખત પ્રયાસ કર્યા બાદ પણ  ચાર્ટર્ડ એકાઉન્ટ ફાઈનલની પરીક્ષા પાસ નથી કરી શકતા અને તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટ નથી બની શકતા. તાજેતરમા જ ચાર્ટર્ડ એકાઉન્ટ ફાઈનલની પરીક્ષાનુ પરીણામ જાહેર થયું છે. જેમાં રાજકોટનો પરીક્ષાર્થી રૈવત શાહ  ચાર્ટર્ડ એકાઉન્ટ ફાઈનલની પરીક્ષામા ઉતીર્ણ થયો છે.

રૈવતે આ પરીક્ષામાં ઑલ ઈન્ડિયા લેવલે 23મો રૅન્ક મેળવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમા રૈવત શાહે જણાવ્યુ હતુ કે, છેલ્લા 4 મહિનાથી 8 થી 10 કલાક મહેનત કરતો હતો. તેમજ છેલ્લા બે મહિથી 12 થી 14 કલાક વાંચન કરતો હતો.

ICAI દ્વારા તારીખ 16 જાન્યુઆરી 2020ના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફર્સ્ટ ગ્રૂપનું પરિણામ 17 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સેકન્ડ ગ્રુપનું 28 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

પરિણામ જાહેર થતાં કુલ 5400 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રૈવત શાહે જણાવ્યું હતું, તેના પિતા પવન શાહ ચાની ભૂકીના જથ્થાબંધ વેપારી છે. તેમના માતા હાઉસ વાઇફ છે. "ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ શરૂ કરવાથી લઈને ફાઇનલ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યાં સુધીમાં મારી એકલાની માત્ર મહેનત નથી, પરંતુ મારા માતા-પિતાએ પણ મારા અભ્યાસ કાર્યમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય તેનું ધ્યાન રાખ્યું હતું. મારી સફળતા પાછળ મારા માતાપિતાનો પણ એટલો જ ફાળો છે."
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर