Home /News /kutchh-saurastra /

રાજકોટ : લાયસન્સ વગર હોલમાર્ક વાપરતા સોનીઓને ત્યાં દરોડાથી હોબાળો

રાજકોટ : લાયસન્સ વગર હોલમાર્ક વાપરતા સોનીઓને ત્યાં દરોડાથી હોબાળો

રાજકોટમાં મહુડી વિસ્તારમાં આવેલી સોનીની દુકાનોમાં રેડ પડી હતી.

સોની વેપારીઓને ત્યાં હોલમાર્કને લઈને અધિકારીઓના દરોડા, સોની એસોસિએશન બે ભાગમાં વહેંચાયું. એક વર્ગની હડતાલની માંગ, પ્રમખે કર્યો ઇન્કાર

     અંકિત પોપટ,રાજકોટ : રાજકોટ શહેરમાં આજે સરકારના અધિકારીઓ દ્વારા હોલમાર્કના વપરાશ મુદ્દે સોની વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સોની વેપારીઓને ત્યાં અધિકારીઓના દરોડા બાદ સોની બજારનો માહોલ ગરમાયો હતો અને વેપારીઓની વચ્ચે ફુટ પડી હોય તેવો માહોલ સર્જાયો હતો. કેટલાક સોની વેપારીઓને નિયમની જાણ ન હોવાથી તે લાઇસન્સ વગર હોલમાર્ક વાળા દાગીનાનું વેચાણ કરતા હતા.

    દરોડાના પગલે સોની વેપારીઓએ હડતાળ કરી અને વિરોધ કરવાની તૈયારી કરી હતી જોકે, સોની એસોસિએશનના પ્રમુખ ભાયા ભાઈ સોહાલીયાએ નિવેદન આપ્યું હતું કે હોલમાર્કના દાગીનાનું વેચાણ કરવા માટે બીઆઈએસનું લાયસન્સ હોવું અનિવાર્ય છે. તેમણે કહ્યું હતું કે અધિકારીઓ કાયદાકીય કામ કરી શકે છે.

    રાજકોટમાં બીઆઈએસના અધિકારીઓએ હોલમાર્કનું લાયસન્સ ન ધરાવતાં જ્વેલર્સના ત્યાં રેડ પાડવામાં આવી હતી. આ રેડના પગલે સોની વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. રાજકોટ સોની બજારમાં અધિકારીઓએ બ્યૂરો ઇન્ડિયન સ્ટાન્ડર્સ દ્વારા રાજકોટના મહુડી રોડ વિસ્તારમાં આવેલી સોની બજારમાં રેઇડ પાડવામાં આવી હતી. અધિકારીઓએ બીઆઈએસ હોલમાર્ક વાળા દાગીના સીલ કરવામાં આવ્યા હતા. અધિકરીઓએ પોલીસને સાથે રાખી અને દાગીના સીલ કર્યા હતા.

    સોની બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે દાગીના દુકાનમાં આવે ત્યારેને ત્યારે હોલમાર્ક નથી લગાવતા, વેપારીઓ દાગીના ખરીદી અને હોલમાર્કના સર્ટિફિકેટ ધરાવતાં વેપારી પાસે હોલમાર્ક મેળવી અને પછી જ વેચે છે.

    બીઆઈએસના અધિકારીએ જણાવ્યું હતું કે અમે એક અઠવાડિયામાં અમે લાયન્સ આપીએ છીએ. વેપારીને લાયસન્સ ન હોય તો ત્યાં સુધી હોલમાર્ક ન લગાડી શકાય. તમામ જ્વેલર હોલમાર્ક લાયન્સ મેળવે અને ગ્રાહકોને શુદ્ધ સોનું આપે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ગુનો, રાજકોટ, રેડ, વિવાદ

    આગામી સમાચાર