રાજકોટ : લૉકડાઉનમાં ફીની ઉઘરાણી બદલ પી.વી. મોદી સ્કૂલને બે લાખ રૂપિયાનો દંડ, 13 વર્ગ બંધ કરવા આદેશ

News18 Gujarati
Updated: July 4, 2020, 3:27 PM IST
રાજકોટ : લૉકડાઉનમાં ફીની ઉઘરાણી બદલ પી.વી. મોદી સ્કૂલને બે લાખ રૂપિયાનો દંડ, 13 વર્ગ બંધ કરવા આદેશ
ફાઇલ તસવીર

સરકારની સૂચનાઓનું પાલન ન કરવું, જાહેરનામાનો ભંગ કરવો, માન્ય વર્ગો કરતા વધારે કે ઓછી સંખ્યા ભરવી જેવી અનિયમિતતા બદલ દંડ ફટકારવામાં આવ્યો.

  • Share this:
રાજકોટ : લૉકડાઉન (lockdown)માં લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવા ઉપરાંત સરકારના આદેશ છતાં કેટલીક સ્કૂલો વાલીઓને ફી માટે દબાણ કરી રહ્યા છે. આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer)એ લાંલ આખ કરતા મોદી સ્કૂલ (Rajkot P V Modi School)ને બે લાખ રૂપિયાનો દંડ (Fine) ફટકાર્યો છે. આ દંડ સ્કૂલ તરફથી ભરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય અનિયમિતતાને જોતા જિલ્લા શિક્ષણાધિકારી તરફથી સ્કૂલના 13 વર્ગ પણ બંધ કરી દેવાનો આદેશ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે 2014ના ઠરાવની જોગવાઇ મુજબ સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલ તરફથી સરકારની સૂચનાઓનું સતત પાલન ન કરવામાં આવતા દંડ ફટકારાયો છે. જેમાં મનાઈ છતાં સ્કૂલ તરફથી ઉઘાવવામાં આવી રહેલી ફી પણ સામેલ છે.

આ પણ વાંચો : અમદાવાદ : 35 લાખ રૂપિયાના તોડ કેસમાં મહિલા PSIના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર, 20 લાખનો હિસાબ મળ્યો

આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, "રાજકોટ શહેરમાં પી.વી. મોદી, સોહમ અને પારિજાત ટ્રસ્ટ સંચાલિત સ્કૂલોમાં અનિયમિતતા ધ્યાને આવી હતી. આ મામલે સ્કૂલને નોટિસ પાઠવીને યોગ્ય પ્રત્યેતર આપવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલે સ્કૂલ તરફથી યોગ્ય જવાબ ન આપવામાં આવતા બે અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. તપાસ બાદ અનિયમિતતા સામે આવતા સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો છે."

આ પણ વાંચો : Corona પોઝિટિવ હોવાની આશંકામાં 19 વર્ષની યુવતીને બસમાંથી નીચે ફેંકી દીધી

જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા પ્રમાણે, સરકારની સૂચનાઓનું પાલન ન કરવું, જાહેરનામાનો ભંગ કરવો, માન્ય વર્ગો કરતા વધારે કે ઓછી સંખ્યા ભરવી જેવી અનિયમિતતા ધ્યાને આવી હતી. આ મામલે ત્રણેય ટ્રસ્ટની સ્કૂલોને મળીને કુલ બે લાખનો દંડ ફટકારવાનાં આવ્યો છે. કોરોનાના આ કાળમાં તમામ સ્કૂલ સૂચનાઓનું પાલન કરે તે જરૂરી છે.

જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા પ્રમાણે તેમની ઓફિસને ફી ઉઘરાવવાની અન્ય ફરિયાદો પણ મળી છે. આ સ્કૂલો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા પ્રમાણે શનિવાર સાંજ સુધી વધુ બે સ્કૂલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
First published: July 4, 2020, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading