ઉપલેટાઃરાજકોટના બી ડીવિઝનના પીએસઆઇ એમ.સી.મારૂએ હાથની નસ કાપી આપઘાતની કોશીસ કરી છે.ઉપલેટા રહેતી પૂર્વ પ્રેમિકાના ઘરમાં ઘુસીને હંગામો મચાવતા આ અંગે કેસ થતા આવું પગલું ભર્યાનું કહેવાય છે.
ઉપલેટાના સ્વામિનારાયણ ચોકમાં રહેતી અને એક યુવતી રાજકોટ ખાતે ભાડાના મકાનમાં રહેતી અને રાજકોટની ભરાડ સ્કૂલમાં લેક્ચર તરીકે સર્વિસ કરતી હતી અને રાજકોટના પી એસ આઈ મેહુલ મારું ના સંપર્ક માં આવતા બંને વચ્ચે પ્રેમ સઁબઁધો બાંધ્યા હતા પરંતુ યુવતીને બાદમાં જાણ થઇ કે જેને પ્રેમ કરેછે તે તેમને છેતરી પોતે પરણિત હોય અને બે બાળકો નો પિતા હોય તેની જાણ થતા તેમને સાથે સંબધો કાપી નાખેલ હતા.
જેથી પીએસઆઈ મારું તેયુવતી સાથેના પ્રેમ સંબધો ના એક સાથેના ફોટો ગ્રાફ અને વિડીયો તેમના પરિવારને આપવા અને વૉટ્સએપમાં ફેરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરવા લાગેલ જેની જાણ યુવતીના પરિવાર ના લોકો ને જાણ કરેલ આબરૂદાર પરિવારે તેમને સમજાવાનું ચાલુ કરેલ પરંતુ યુવતીના પરિવારની ભલમશાઈ નો લાભ લઇ યુવતીના જ્યા લગ્ન થયેલ ત્યાપન તેમને હેરાન કરવાનું ચાલુ કરતા યુવતી ઉપલેટા આવી ગયેલ. તો પણ પી એસ આઈ મારું ઉપલેટા આવી પાંચ દિવસ થયા ધમાલ કરતા ગઈકાલે ના છૂટકે યુવતીના પરિવારો એ ફરિયાદ કરેલી હતી.
જ્યારે ફરિયાદ ચાલુ હતી ત્યારે પીએસઆઈ ત્યાં પણ આવી પોતે નિર્દોસ હોવાનો ઢોગ કરી લેમ્પ ના કાચ વડે પોતાનો હાથની નસ કાપવાની કોસીસ હતી.