રાજકોટ : સેક્સ રેકેટના તાર ઝારખંડ સુધી પહોંચ્યા, દલાલે જણાવ્યું કેવી રીતે ગ્રાહકોને સપ્લાય થતી હતી લલનાઓ

રાજકોટ : સેક્સ રેકેટના તાર ઝારખંડ સુધી પહોંચ્યા, દલાલે જણાવ્યું કેવી રીતે ગ્રાહકોને સપ્લાય થતી હતી લલનાઓ
તસવીરમાં ડાબેથી રાકેશસિંહ અને ભરત

હોટેલ પર લઈ જઈ ગ્રાહક પાસેથી સૌપ્રથમ ભરત ઉર્ફે રવિ ગોહેલ સ્વરૂપવાન સ્ત્રી સાથે મોજ મજા કરવા માટેના રૂપિયા લઈ લેતો

  • Share this:
હરાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા માત્ર ત્રણ દિવસના જ સમયગાળા દરમિયાન બે જેટલા દેહવિક્રયના ધંધા ના પર્દાફાશ કર્યા હતાં. ત્યારે રાજકોટમાંથી ઝડપાયેલા સેકસ રેકેટ ના તાર ઝારખંડ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા દેહ વ્યાપારના દલાલ રાકેશકુમાર સિંઘ ઉર્ફે અજય સિંઘ ની ધરપકડ કરવામાં આવી છે.

ગત સપ્તાહ માં રાજકોટ શહેર પોલીસ દ્વારા છટકુ ગોઠવી રંગીનમિજાજી લોકોને સ્વરૂપવાન સ્ત્રી ઓ પૂરી પાડતા એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પૂછપરછમાં ભરત ઉર્ફે રવિ ગોહેલે સ્વરૂપવાન લલના સવારે જ મુંબઈથી આવી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ યુવતી દીઠ રૂપિયા 2000 ગ્રાહક પાસેથી વસૂલ તો હોવાનું પણ સામે આવ્યું હતું.ત્યારે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા ડમી ગ્રાહક મારફતે ચાલતા સેકસ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આરોપીનો મોબાઇલ કબજે કર્યો હતો. તો સાથે જ આરોપીની સાથે કયા કયા રાજ્યના ગર્લ્સ સપ્લાયરો પણ સામેલ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  વડોદરા : માસ્ક પહેર્યા વગર નીકળેલી મહિલાઓનો પોલીસને પડકાર, ' અમારા પર કાર્યવાહી કરો,' Video થયો વાયરલ

ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રાજકોટ એસ્કોર્ટ.કોમ નામની વેબસાઈટ મારફત ગ્રાહકો મેળવતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જે. જોષી એ જણાવ્યું હતું કે, કોઈ પણ ગ્રાહક જ્યારે વેબસાઈટ માં રહેલા કોન્ટેક નંબર પર ફોન કરે ત્યારે તે ફોન ઝારખંડમાં બેઠેલા રાકેશ કુમાર સિંઘ ઉર્ફે અજય સિંઘ ઉપાડતો હતો,

ત્યારબાદ તે ગ્રાહક સાથે ભાવતાલ નક્કી કરતો હતો તેમજ ગ્રાહકને રાજકોટ શહેરની કોઈ હોટલ બુક કરાવવા માટે પણ કહેતો હતો. જ્યારે ગ્રાહક પાસે ભાવતાલ નક્કી થઈ જાય તેમ જ હોટલ પણ બુક થઈ જાય ત્યારબાદ તે રાજકોટ સ્થિત ભરત ઉર્ફે રવિ ગોહેલ નો સંપર્ક સાધતા હતો ત્યારબાદ ભરત ઉર્ફે રવિ ગોહેલ પોતાના સંપર્કમાં રહેલી સ્વરૂપવાન સ્ત્રી ને હોટલે પોતાની સાથે લઈ જતો હતો. હોટેલ પર લઈ જઈ ગ્રાહક પાસેથી સૌપ્રથમ ભરત ઉર્ફે રવિ ગોહેલ સ્વરૂપવાન સ્ત્રી સાથે મોજ મજા કરવા માટેના રૂપિયા લઈ લેતો હતો.

આ પણ વાંચો :  સુરત : કોલગર્લે યુવકને જાહેરમાં લમધાર્યો, ટ્રાફિક જવાન છોડાવવા પડ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં Viral

ત્યારે રાજકોટ માંથી ઝડપાયેલા સેક્સ રેકેટના તાર ઝારખંડ સુધી જોડાયેલા છે. ત્યારે રાજકોટ પોલીસના અધિકારીઓ ઝારખંડ પહોંચ્યા હતા અને ત્યાં ઝારખંડ પોલીસની મદદથી તેઓએ આરોપી રાકેશકુમાર સિંઘની ધરપકડ કરી હતી.

ત્યારે આરોપીના રિમાન્ડની માગણી અર્થે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો સાથે જ રિમાન્ડ દરમિયાન તેની વધુ પુછપરછ પણ હાથ ધરવામાં આવશે. આખરે કેટલા સમયથી અજય સિંઘ અને ભરત ઉર્ફે રવિ ગોહેલ એકબીજાના સંપર્કમાં છે. અત્યાર સુધીમાં અજયસિંઘ મારફત કોઈ સ્વરૂપવાન લલના ઝારખંડ કે પછી અન્ય રાજ્યમાંથી રાજકોટ આવી છે કે કેમ? તેમજ છેલ્લા કેટલાય સમયથી તેઓ સેકસ રેકેટ ચલાવી રહ્યા હતા તે તમામ બાબતો પર થી પરદો હટાવવામાં આવશે.
Published by:Jay Mishra
First published:January 12, 2021, 14:28 pm

ટૉપ ન્યૂઝ