રાજકોટ: વિદ્યાર્થીનીની છેડતી મામલે પ્રોફેસર સસ્પેન્ડ, ગાઇડશિપ પણ રદ

પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરીને ગાઇડશિપ પણ રદ કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: September 14, 2018, 3:18 PM IST
રાજકોટ: વિદ્યાર્થીનીની છેડતી મામલે પ્રોફેસર સસ્પેન્ડ, ગાઇડશિપ પણ રદ
પ્રોફેસર નિલેશ પંચાલની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 14, 2018, 3:18 PM IST
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની જાતીય સતામણી મામલામાં પ્રેમના પાઠ ભણાવનાર બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ નિર્ણય સિન્ડિકેટમાં લેવામાં આવ્યો હતો જ્યારે પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરીને ગાઇડશિપ પણ રદ કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીનીને બીજા ગાઇડ આપવા માટે કહેવામાં આવ્યું છે.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનમાં પીએચડીના ગાઇડે વિદ્યાર્થિનીનો એકલતાનો લાભ લઇ સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હોવાની ફરિયાદ એક યુવતીએ કરી હતી. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીને ગાઇડે કહ્યું કે, તારે પીએચડી પૂરૂ કરવું હોય તો મારી ઇચ્છાઓ પૂરી કર. સમગ્ર ઘટના વીસી સુધી પહોંચી છે. વીસીએ તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતાં.

કાર્યકારી કુલપતિ નિલામ્બરી દવેએ જણાવ્યું હતું છે કે, "આજે મળનારી સિન્ડિકેટ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને તેમની ગાઇડશિપ પણ રદ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રોફેસરોની કેબિનમાં ગ્લાસ ડોર તથા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. છેલ્લા થોડા વર્ષો પહેલા પણ આવી ફરિયાદો આવી હશે તો તેને પહેલા જોવામાં આવશે. પીએચડી કરતી તમામ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીઓ જેને 5 વર્ષથી વધારે થયા છે તેને પણ ધ્યાનમાં લઇને પુછવામાં આવશે કે તેને આવું કોઇ દબાણ તો નથી ને."
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...