રાજકોટના કેદીઓ બનાવી રહ્યા છે માસ્કઃ પડતર કિંમત રૂ.8 પરંતુ નહીં નુકસાન નહીં નફાના ધોરણે વેચશે

Updated: March 22, 2020, 8:28 PM IST
રાજકોટના કેદીઓ બનાવી રહ્યા છે માસ્કઃ પડતર કિંમત રૂ.8 પરંતુ નહીં નુકસાન નહીં નફાના ધોરણે વેચશે
માસ્ક બનાવતા કેદીઓની તસવીર

રાજકોટ મધ્યસ્થ જેલમાંના ઉદ્યોગ હેઠળના દરજી વિભાગ દ્વારા હાલની કોરાના સંક્રમણથી સુરક્ષા અંગેની પરિસ્થિતિને ધ્યાને લઇને માસ્ક ઉત્પાદન શરૂ કરાયું છે. જેલના દરજી વિભાગમાં પાકા કામના 17 જેટલા પુરૂષ અને 10થી વધુ મહિલા કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા આ માસ્ક 100 ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવે છે.

  • Share this:
રાજકોટઃ મધ્યસ્થ જેલના (rajkot central jail) ૨૯થી વધુ કેદીઓ હાલના સમયમાં દેશવાસીઓને મદદરૂપ થઇ રહ્યા છે. કેદીઓ (Prisoners)દ્વારા કોટનના ૩૦ હજાર જેટલા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને તાલીમબદ્ધ કરી ઉદ્યમી બનાવી રોજગારી પૂરી પાડવામાં આવે છે.

રાજકોટ મધ્યસ્થ જેલમાંના ઉદ્યોગ હેઠળના દરજી વિભાગ દ્વારા હાલની કોરાના સંક્રમણથી સુરક્ષા અંગેની પરિસ્થિતિને ધ્યાને લઇને માસ્ક ઉત્પાદન શરૂ કરાયું છે. જેલના દરજી વિભાગમાં પાકા કામના 17 જેટલા પુરૂષ અને 10થી વધુ મહિલા કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા આ માસ્ક 100 ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવે છે.

એટલું જ નહીં રૂા.8ની પડતર કિંમતે તૈયાર થતા આ માસ્કનું વેંચાણ નહીં નફો કે નહીં નુકશાનના ધોરણે કરવામાં આવે છે. આમ કોરોના વાઇરસ સામે લડાઇમાં રાજકોટ જેલના કેદીઓ દેશની સુખાકારીના સંત્રીઓ બની રહ્યા છે.

નાયબ જેલ અધિક્ષક રાકેશ દેસાઈ હાલ કેદીઓ દ્વારા માસ્ક તૈયાર કરવાની કામગીરી અંગે જણાવ્યું હતું કે, જેલમાં કુશળતા અનુસાર કેદીઓ વિવિધ કામગીરી કરતા હોય છે. કેદીઓને જરૂરી તાલીમ પણ આપવામાં આવે છે અને તેઓ કામની સાથે યોગ્ય વળતર પણ મેળવી રહ્યા છે.

મધ્યસ્થ જેલમાં દરજી વિભાગમાં ઓર્ડર મુજબ સીવણકામ દ્વારા કપડાં તૈયાર કરવામાં આવે છે પરંતુ કોરોના વાઇરસના સંક્રમણ સામે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કેદીઓ પાસે માસ્કનું માસ પ્રોડક્શન છેલ્લા એક સપ્તાહથી શરૂ કરવવામાં આવ્યું છે. કેદીઓને વેતનરૂપે દર માસ્ક દીઠ ૨ રૂપિયા આપવામાં આવી રહ્યા છે
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर