Home /News /kutchh-saurastra /

Rajkot: RMC નાં 3-BHK ફ્લેટની કિંમત ઘટયા બાદ જબરો પ્રતિસાદ, 769 ફ્લેટ માટે 2353 ફોર્મ ઉપડ્યા

Rajkot: RMC નાં 3-BHK ફ્લેટની કિંમત ઘટયા બાદ જબરો પ્રતિસાદ, 769 ફ્લેટ માટે 2353 ફોર્મ ઉપડ્યા

ફ્લેટની કિંમતમાં ઘટાડો કરતા મળ્યો સારો પ્રતિસાદ

મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા મીડલ ઈન્કમ ગ્રુપ (Middle Income Group) કેટેગરીના(Category) 769 તેમજ ભવિષ્યમાં ખાલી થનારા આવાસ (Accommodation) માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા મીડલ ઈન્કમ ગ્રુપ (Middle Income Group) કેટેગરીના(Category) 769 તેમજ ભવિષ્યમાં ખાલી થનારા આવાસ (Accommodation) માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અલગ અલગ લોકેશન(Location) ઉપર મહાપાલિકા દ્વારા 18 લાખ (18 lakhs) રૂપિયામાં 3-BHK ફ્લેટ(3-BHK) માટે ફોર્મ વિતરણ (Form distribution) શરૂ કરવામાં આવ્યું છે. આ ફ્લેટની કિંમત રૂ. 24 લાખથી ઘટાડી રૂ.18 લાખ કરવામાં આવતા ખૂબ જ સારો પ્રતિસાદ (Feedback) મળી રહ્યો છે. તેમજ માત્ર 2 દિવસમાં 769 ફ્લેટ (769 flats in 2 days) માટે 2 દિવસમાં 2353 ફોર્મ ઉપડ્યા (2353 forms took off in 2 days) છે.

    ક્યાં સુધી થશે ફોર્મ વિતરણ? ફોર્મ ક્યાં મળશે?

    આ અંગે મેયર ડૉ.પ્રદીપ ડવ, તેમજ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે તા.21-4-2022થી તા.16-5-2022 સુધી 3 બીએચકેના ફ્લેટ માટે ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ ફોર્મ મહાપાલિકાના તમામ છ સિવિક સેન્ટર તેમજ ICICI બેન્કની છ બ્રાન્ચ પરથી મળી શકશે. ઓનલાઈન અને ઑફલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.16 મે નિર્ધારિત કરવામાં આવી હોય લોકોને ત્યાં સુધીમાં ફોર્મ સબમિટ કરાવી દેવાની અપીલ કરવામાં આવી છે.



    આ પણ વાંચો: BJP પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા

    આ અંગે મનપાનાં ડે. કમિશ્નર એ. આર. સિંઘે કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં 1268 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પૈકી કુલ 499 ફ્લેટની ફાળવણી થઈ ચૂકી છે. બાકી રહેલા 769 અવાસો માટે ગત તારીખ 21 એપ્રિલથી ફોર્મ વિતરણ શરૂ કરાયું છે. આગામી 16 મેં સુધી આ ફોર્મ ICICI બેંકની વિવિધ 6 બ્રાન્ચો તેમજ મનપા કચેરી ખાતેથી વિતરણ કરવામાં આવશે. જ્યારે કોર્પોરેશનની વેબસાઈટ પરથી ઓનલાઈન વિતરણ પણ કરવમાં આવશે.

    આ પણ વાંચો: આવતીકાલે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, જાણો કેવી છે ઉમેદવારોની અપેક્ષા



    ફ્લેટની કિંમતમાં ઘટાડો કરતા મળ્યો સારો પ્રતિસાદ

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ દરમિયાન માત્ર બે દિવસમાં જ 2353 જેટલા ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે. અગાઉ આ આવાસોની કિંમત રૂ. 24 લાખ હતી. જ્યારે હવે આ કિંમતમાં ઘટાડો કરી રૂ. 18 લાખ કરાઈ હોવાથી જે લોકોને અગાઉ ફાળવણી કરવામાં આવી છે, તે તમામને ડીફરન્સની રકમ પરત કરવામાં આવશે. હાલ આ આવાસ માટે 20 હજાર રૂપિયા ડિપોઝીટ અને રૂ. 2,22,500નાં 8 હપ્તાઓમાં લાભાર્થીએ તેની ચુકવણી કરવાની રહેશે. જો કે રૂ. 24 લાખની કિંમત હતી ત્યારે પ્રતિસાદ નબળો મળતા કિંમત ઘટાડી રૂ. 18 લાખ કરવામાં આવી હોવાનો સ્વીકાર પણ તેમણે કર્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, રાજકોટ

    આગામી સમાચાર