રાત્રી કર્ફ્યૂ માટે રાજકોટ પોલીસનું જાહેરનામું, કર્ફ્યૂમાં રાજકોટના અનેક રસ્તાઓ બંધ રહેશે, જાણો કોને અપાઈ છૂટછાટ?

રાત્રી કર્ફ્યૂ માટે રાજકોટ પોલીસનું જાહેરનામું, કર્ફ્યૂમાં રાજકોટના અનેક રસ્તાઓ બંધ રહેશે, જાણો કોને અપાઈ છૂટછાટ?
રાજકોટ પોલીસ કમિશ્નરની તસવીર

લોકોએ આ સમયમાં ઘરમાં જ રહેવાનું અને શેરી, ગલી, માર્ગો પર નીકળવાનું નહી. પગપાળા કે વાહનો પર ફરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે.

  • Share this:
રાજકોટઃ દિવાળી (Diwali) બાદ જે રીતે કોરીનાના (coronavirus) કેસની સંખ્યા વધી છે જેને ધ્યાનમાં રાખી રાત્રી કર્ફ્યૂ (Night curfew) મુકવામાં આવ્યો છે. ત્યારે શહેર પોલીસ (Police) કર્ફ્યૂનું (curfew) ચુસ્તપણે પાલન કરાવવા કટીબધ્ધ બની છે. અનલોક-6માં રાત્રીના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનું પાલન કરવાનું રહેશે.

લોકોએ આ સમયમાં ઘરમાં જ રહેવાનું અને શેરી, ગલી, માર્ગો પર નીકળવાનું નહી. પગપાળા કે વાહનો પર ફરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે. કર્ફ્યૂમાં સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, મ્યુ. કોર્પોરેશન, નગરપાલીકા, પંચાયતની સેવાઓ, ફાયર એન્ડ ઇમર્જન્સી સેવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે.આ ઉપરાંત ફરજના ભાગરૂપે સરકારી કર્મચારીઓને અવર-જવર, માલ સામાન પરિવહન કરનારાઓ, તબિબી સંસ્થાઓ, ઉત્પાદન, વિતરણ એકમો, દવાઓ, ડિસ્પેન્સરીઓ, કેમિસ્ટ, આવશ્યક ચીજવસ્તુઓ, હોસ્પિટલ, વેટરનીટી આનગી ક્ષેત્રના કેમિસ્ટ, દવાખાના, ફાર્મસી, જનઓૈષધી કેન્દ્રો સહિતના તેમજ હવાઇ માર્ગ, રેલ્વે, બસ મારફત મુસાફરોને લેવા-મુકવા માટે માન્ય ટિકીટ રજુ કરતાં જવા દેવામાં આવશે.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ વડાલ ગામમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી જતા મોત

પ્રિન્ટ, ઇલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપરનું પરિવહન-વિતરણ કરનારા, દૂરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ, કેબલ સેવાઓ, આઇટી આધારીત સેવાઓ, રેડક્રોસ, એટીએમ સહિતની સેવાઓમાં છૂટછાટ અપાશે.

આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

રાજકોટના કેસરી પુલ સિવાયના બીજા પુલ બંધ રહેશે. ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રોડ, જામનગર રોડ માધાપર ચોકડીથી માલિયાસણ ચોકડી સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે ચાલું રહેશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ

લગ્ન પ્રસંગમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી અનુસાર શરતોને આધીન છૂટછાટ અપાશે. કર્ફ્યૂના સમયકાળમાં અગત્યના કામ માટે માત્ર કેસરી પુલ ખુલ્લો રહેશે. તેમજ અન્ડર બ્રિજ પૈકીનો મહિલા કોલેજ અન્ડર બ્રિજ એક જ ખુલ્લો રખાશે.ઉલ્લેખનીય છેકે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા જોઈને અગમચેતીના ભાગ રૂપે રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો હતો. દિવાળીના તહેવારો દરમિયાન લોકોની ભારે બેદરકારીના કારણે ગુજરાતમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધારે સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા અમદાવાદમાં 60 કલાકનું કડક કર્ફ્યૂ લાદમાં આવ્યું છે. આ રીતે અમદાવાદની જેમ રાજકોટ, સુરત અને વડોદારમાં પણ રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
Published by:ankit patel
First published:November 21, 2020, 18:45 pm

टॉप स्टोरीज