રાજકોટમાં પોલીસ વાને મહિલા સ્કૂટર ચાલકને અડફેટે લીધી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટમાં પોલીસ વાને મહિલા સ્કૂટર ચાલકને અડફેટે લીધી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
પોલીસ વાને ટક્કર મારતાં મહિલાને પગે ફેક્ચર થયું છે.

પોલીસ વાનના ડ્રાઇવરે મહિલા ચાલકને અડફેટે લીધી બાદ સ્થાનિકોએ મદદ કરી હૉસ્પિટલ પહોંચાડી

  • Share this:
રાજકોટ : રાજકોટ (Rajkot)માં જાણે કે માનવતા મરી પડી હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના પ્રકાશ ચોક (Prakash Chawk) પાસે એક મહિલા પોતાનું સ્કૂટર હંકારીને જઈ રહી હતી. તે સમયે પોલીસ વાન (Police Van)એ આ મહિલાને અડફેટે (Accident) લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV Footage)માં કેદ પણ થઈ ગઈ છે. સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કયા પ્રકારે પોલીસ બસ હંકારનારા ડ્રાઇવરની બેદરકારી છે.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલાને પોલીસ વાને અડફેટે લેતાં આવતા આજુબાજુના લોકો એકઠા થઈ જાય છે. ત્યારબાદ આજુબાજુના લોકો દ્વારા મહિલાને સારવાર અર્થે ગાડીમાં બેસાડી હોસ્પિટલે લઈ જવામાં આવે છે. પરંતુ પોલીસ વાનમાંથી ઉતરેલા કર્મીઓ મહિલાને હૉસ્પિટલમાં લઈ જવા માટે કોઈ રસ દર્શાવતા નથી.પ્રકાશ ચોક પાસે પોલીસ વાને મહિલા સ્કૂટર ચાલકને અડફેટે લીધી હતી.


હૉસ્પિટલમાં તબીબો દ્વારા મહિલાને પગમાં ફ્રેક્ચર થયાનું પણ જણાવવામાં આવે છે તો સાથોસાથ આ મહિલાના અંગુઠામાં પણ ગંભીર ઈજા થયાનું સામે આવ્યું છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ ન નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો, રાજકોટ : GPCBના પૂર્વ અધિકારીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ અકબંધ

ત્યારે ચોક્કસ હાલ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ પરંતુ જે ડ્રાઇવર દ્વારા આ પ્રકારે અકસ્માત સર્જવામાં આવ્યો છે તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ થશે કે કેમ તેમજ ખાતાકીય તપાસને અંતે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો :
Published by:News18 Gujarati
First published:March 17, 2020, 14:50 pm

ટૉપ ન્યૂઝ