Home /News /kutchh-saurastra /

ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં રાજકોટ પોલીસ મોખરે, બીજા માટે ઉત્તમ ઉદાહરણ

ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં રાજકોટ પોલીસ મોખરે, બીજા માટે ઉત્તમ ઉદાહરણ

રાજકોટ પોલીસ.

રાજકોટ શહેર પોલીસ અલગ-અલગ કામ માટે છ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, જેનાથી પોલીસ અને સામાન્ય જનતાને ખૂબ મદદ મળી રહે છે.

રાજકોટ: અત્યારનો સમય આધુનિકતા તરફ ગતિ કરવાનો છે. અલગ અલગ કાર્યો માટે હવે વધુ સરળતા થઈ રહી છે, જેમાં એપ્લિકેશન (Mobile Applications) ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજકોટ પોલીસ પણ આવી જ આધુનિક ટેક્નોલોજી (Latest Technology)નો ભરપૂર ઉપયોગ કરી સફળતા મેળવી રહી છે. હાલમાં જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (Rajkot Police Commissioner Manoj Agarwal)ના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાયદો અને વ્યવસ્થા તેમજ અગામી દિવાળી (Diwali 2020)ના તહેવાર અનુસંધાને તેમજ હાલની કોરાના વાયરસની મહામારી તથા ક્રાઇમ સબંધી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી.

શહેર પોલીસ અલગ-અલગ કામ માટે છ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, આ અંગે માહિતી પણ રજૂ કરાઇ હતી. એટલું જ નહીં ઓકટોબર મહિનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા પોલીસ સ્ટેશન અને એ-ડિવીઝન પોલીસ સ્ટેશનને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. રાજકોટ શહેર પોલીસ દ્રારા અલગ-અલગ એપ્લિકેશનો બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા પાંચ ઝડપાયાં, એક મહિલા પણ સામેલરાજકોટ સુરક્ષા કવચ: આ એપ્લિકેશનમાં રાજકોટ શહેરના એમ.સી.આર., હિસ્ટ્રીશીટર, ટપોરી, જાણીતા જુગારી, પ્રોહિબિશન બુટલેગર, નાસતા-ફરતા આરોપીની ફોટા સહિતની માહિતી મળી શકે છે. તેમજ દરેક પોલીસ અધીકારી-કર્મચારીની ઓનલાઇન હાજરી તથા કામગીરીની માહિતી તથા એરીયા ડોમિનેશન ચૂંટણી બાબતેના રિપોર્ટ વિગેરે બાબતો આવરી લેવામાં આવેલ છે.

સુરક્ષિતા એપ: આ એપ રાજકોટ શહેરમાં મહિલા સુરક્ષા માટે બનાવવામાં આવી છે. જેમા જરૂરી માહિતી અપલોડ કરવાથી તે સહેલાયથી કાર્યરત થઇ શકે છે અને જેના મારફત પણ ભોગ બનનાર મહિલા તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: પરિણીત પુરુષે પ્રથમ લગ્ન છૂપાવીને કર્યા બીજા લગ્ન, આ રીતે ખુલી પોલરાજકોટ ઇ-કોપ એપ્લિકેશન: આ એપ્લીકેશન એક સ્માર્ટ પેટ્રોલિંગ અને મોનીટરિંગ સીસ્ટમ છે. પીસીઆર પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ તથા નાઇટ રાઉન્ડની પોલીસની કામગીરીમાં સીધી દેખરેખ રાખે છે. જેના કારણે નાઇટ પેટ્રોલિંગ સઘન, સુદ્રઢ અને પરીણામલક્ષી બની છે. આ એપ્લિકેશન મારફતે ઓનલાઇન હાજરીની વિગત આવરી લેવામાં આવેલ છે. જે શહેરના તમામ પોલીસના મોબાઇલમાં એપ્લિકેશન સ્વરૂપમાં રહે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોલીસ અધિકારી તથા કર્મચારીઓની ડ્યુટી દરમિયાનની કામગીરી ચકાસી શકાય છે.

આ પણ જુઓ-

પારદર્શિતા એપ: આ પોર્ટલનો મુખ્ય ઉપયોગ રાજકોટની જનતા માટે છે. જેમાં લોકોએ પોલીસ સ્ટેશન કે શાખામાં અરજી કરેલ હોય તે અરજી કયા અધિકારી પાસે તપાસમાં છે અને તે અરજી બાબતે તપાસ કરનારે શું કાર્યવાહી કરેલ છે? તેમજ એફ.આઇ.આર. દાખલ થયેલ હોય તો તેની પણ સંપૂર્ણ માહિતી તથા ચાર્જશીટની માહિતી અને તે ચાર્જશીટ કઇ કોર્ટમા જમા કરાવવામાં આવેલી છે, તે તમામ પ્રકારની માહિતી અરજદાર -ફરીયાદીને તેના ઘરે બેઠા તેના મોબાઇલમાં એસ.એમ.એસ. દ્રારા પહોંચાડવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Rajkot police, અરજી, પોલીસ, મોબાઇલ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन