રાજકોટ : પોલીસે કાર રોકતા ચાલક રોફ જમાવવા કાર પર ચઢી ગયો, વીડિયો વહેતો થયો

રાજકોટ : પોલીસે કાર રોકતા ચાલક રોફ જમાવવા કાર પર ચઢી ગયો, વીડિયો વહેતો થયો
કાર પર ચઢીને ધમાલ મચાવનાર ડ્રાઇવર.

આરોપીની અટકાયત કરીને તેની શાન ઠેકાણે લાવવામાં આવી, રાજકોટમાં છાશવારે સામે આવતા દાદાગીરીની બનાવો.

  • Share this:
રાજકોટ : શહેરમાં ફરી એકવાર દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. ગુરૂવારના રોજ ગોંડલ રોડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ (Rajkot Traffic Police)ની વાહન ચેકિંગ (Traffic Drive)ની ડ્રાઈવ ચાલી રહી હતી. આ સમયે ત્યાંથી ઇનોવા કાર (Innova Car) પસાર થઈ રહી હતી. જેની નંબર પ્લેટ નિયમ મુજબ ન હોવાના કારણે સ્થળ પરના હાજર પોલીસ સબ ઇન્સ્પેકટરે (PSI) ઇનોવા કારને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન કાર ચાલક રોફ જમાવવા માટે કાર પર ચડી ગયો હતો.

બનાવની વિગતે વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગીરીશભાઈ રાજ્યગુરુએ ઈનોવા કારને અટકાવતા ઈનોવા કારનો ચાલક ભૂપતભાઈ કટારીયા પોલીસ પર રોફ જમાવતો નજરે પડ્યો હતો. સાથે જ પોતાની ધાક બતાવતા પોતાની ઈનોવા કાર પર ચડી દાદાગીરી કરી હતી. સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગીરીશભાઈ રાજ્યગુરુ દ્વારા ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ સમગ્ર બાબતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ આરોપી ભૂપત કટારીયાની અટકાયત કરી પોલીસ દ્વારા તેની શાન ઠેકાણે લાવવા તેની આકરી સરભરા કરવામાં આવી છે.

 

નીચે વીડિયો જુઓ : ભારતે તૈયાર કરી લીધી કોરોનાની રસી

આ પણ વાંચો : દેશમાં પ્રથમ વખત સુરતમાં સમાજના સહયોગથી કોમ્યુનિટિ કોવિડ આઇસોલેશન સેન્ટર બન્યું

વીડિયોમાં સ્પષ્ટ પણે સાંભળી શકાય છે કે ભૂપત કટારિયાની સાથે તેના પરિવારની કોઈ મહિલા પણ તેને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. તેને ઈનોવા કાર પરથી નીચે ઉતરી જવા આજીજી પણ કરી રહી છે. તેમ છતાં ભૂપત કટારીયા કોઈની વાત સાંભળતો નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેકવાર આ પ્રકારના દાદાગીરીના વીડિયો વાયરલ થયાના બનાવો સામે આવ્યા છે.
Published by:News18 Gujarati
First published:July 03, 2020, 12:57 pm