Home /News /kutchh-saurastra /

રાજકોટઃ આ માટે જાહેર શૌચાલયમાં યુવકને પતાવી દેવાયો હતો, ભેદ ઉકેલાયો

રાજકોટઃ આ માટે જાહેર શૌચાલયમાં યુવકને પતાવી દેવાયો હતો, ભેદ ઉકેલાયો

મૃતક યુવક

પ્રદીપે થોડા સમય પહેલા રાજુ નામના એક વ્યક્તિને શૌચાલય બનાવવા માટે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

    હરિન માત્રાવાડિયા, રાજકોટ

    રાજકોટઃ બે દિવસ પૂર્વ રાજકોટમાં એક જાહેર શૌચાલયમાં થયેલી એક યુવકની હત્યાનો ભેદ ઉકેલાય ગયો છે. પોલીસે આ કેસમાં આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજુ નામના આરોપી તેમજ અન્ય લોકોને પકડવા માટે પોલીસે એક ટીમ બિહાર તરફ રવાના કરી છે.

    મંગળવારે રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં આવેલા એક જાહેર શૌચાલયમાંથી પ્રદીપ નામના એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. પ્રદીપનો મૃતદેહ શૌયાલયમાં આવેલા સ્નાનાગારમાં બંધ હતો. જે બાદમાં પોલીસ દોડી આવી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું કે યુવક તેમજ તેમનો પરિવાર શૌચાલયો બનાવવા માટે કોન્ટ્રાક્ટ રાખતા હતા.

    મળતી માહિતી પ્રમાણે પ્રદીપે થોડા સમય પહેલા રાજુ નામના એક વ્યક્તિને શૌચાલય બનાવવા માટે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી પેટા કોન્ટ્રાક્ટની આવકમાં ઘટાડો થતાં પ્રદીપે રાજુને ઠપકો આપ્યો હતો.

    આ પણ વાંચોઃ મહિલાએ દગાબાજ પ્રેમીની હત્યા કરીને તેના ટુકડા કરીને મજૂરોને ખવડાવી દીધા

    ઠપકો મળ્યા બાદ રાજુએ પ્રદીપની હત્યા કરી નાખી હતી, તેમજ તેના મૃતદેહને શૌચાલયના સ્નાનાગારમાં જ બંધ કરી દીધો હતો. હત્યા બાદ રાજુ બિહાર તરફ ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે રાજુ સહિતના આરોપીઓને પકડવા માટે બિહાર તરફ ટીમો રવાના કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુનો, મોત, રાજકોટ, હત્યા

    આગામી સમાચાર