Home /News /kutchh-saurastra /

રાજકોટ પોલીસનો સપાટો, 35થી વધુ સ્પા સેન્ટરો પર દરોડા

રાજકોટ પોલીસનો સપાટો, 35થી વધુ સ્પા સેન્ટરો પર દરોડા

રાજકોટ શહેરમાં પોલીસ મોટા પાયે સ્પા સેન્ટરો પર દરોડા કામગીરી હાથ ધરી હતી

    રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ સ્પામાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા આ દરોડ પાડવામાં આવ્યા છે. રાજકોટ પોલીસનું સૌથી મોટુ ચેકિંગ અભિયાન છે. પોલિસ અધિકારીઓ સહિત 200 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તોરામાં 35થી વધારે સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. સ્પામાં મોટા પાયે દરોડા પાડતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

    શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ પછી ઠેર-ઠેર સ્પામાં દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની 8 થી 10 ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

    પોલીસને સુચના મળી હતી કે કેટલાક સ્પામાં ગેરકાયદેસર કામ થઈ રહ્યા છે. આ પછી કાર્યવાહી કરવામાં આવી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: City, Police Commissioner, રાજકોટ, સ્પા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन